GSTV
Home » News » એટીએમની સુરક્ષા માટે RBIએ લીધા પગલાં, સપ્ટેમ્બર સુધી અમલમાં મૂકાશે

એટીએમની સુરક્ષા માટે RBIએ લીધા પગલાં, સપ્ટેમ્બર સુધી અમલમાં મૂકાશે

એટીએમની સુરક્ષા માટે ભારતીય રિઝર્વ બેંકે નવા નિયમો જાહેર કર્યા છે. બેંકોએ કોઈપણ હાલતમાં આ નિયમોનું પાલન સપ્ટેમ્બર 2019 સુધી કરવાનું રહેશે. આ નિયમનું પાલન ન કરનારી બેંકોએ દંડ ભરવો પડશે.

કેન્દ્રીય બેંકો એ બેંકોને આદેશ આપ્યો છે કે સપ્ટેમ્બરના અંત સુધી એટીએમ દીવાલ, જમીન અથવા થાંભલા સાથે જોડાયેલા હોવા જોઈએ. એરપોર્ટના એટીએમ ખૂબ સુરક્ષિત સ્થાનો પર હોય તો તેમને આ સૂચનામાંથી છૂટછાટ આપવામાં આવે છે. રિઝર્વ બેંકે 2016માં સુરક્ષાના તમામ પાસાઓની સમીક્ષા માટે સીસીએમની સમિતિ કરી હતી.

સમિતિની ભલામણોના આધારે કેન્દ્રીય બેંકને સૂચના આપી છે. તેના પાછળનો હેતુ એટીએમના જોખમને ઘટાડવા અને સલામતી વધારવાનો છે. સુરક્ષાના ઉપાયના મામલે નક્કી કરવામાં આવ્યું છે કે રોકડ નાખવા માટે એટીએમમાં ખાલી ડિજિટલ વન ટાઈમ કમ્બિનેશન લોક દ્વારા નાખવામાં આવશે.

એ ઉપરાંત 30 સપ્ટેમ્બર, 2019 સુધી બધા એટીએમ મજબૂત દીવાલ, જમીનથી જોડાયેલા સ્તંભથી જોડાયેલા હોવા જોઈએ. ખાલી ઉચ્ચ સુરક્ષા વાળા પરિસરોમાં તેની જરૂર નહીં રહે. બેંકોને એટીએમ માટે ઈ-મોનિટરિંગ સિસ્ટમ પર વિચારણા કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી સમય પર સંકટ આવે તો ચેતવણી મળી શકે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જો બેંક તેમની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેના પર દંડ કરવામાં આવશે અથવા નિયમનકારી કાર્યવાહી થઈ શકે છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!