GSTV
Gujarat Government Advertisement

NPA અંગે RBIનો નવો સર્ક્યુલર, બેંકોએ 30 દીવસમાં કરવી પડશે કાર્યવાહી

Last Updated on June 8, 2019 by Mayur

RBI એ ભારતીય બેન્કિંગ સેક્ટરની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ને ઓળખી કાઢવા અને તેના ઉકેલની કાર્યવાહીને ઝડપી બનાવવા માટે નવી ગાઇડલાઇન સુધારા-વધારા સાથે જાહેર કરી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે, એનપીએના ઉકેલ માટેના જૂના નિયમોના સ્થાને હવે નવા નિયમો લાગુ પડશે. નવા નિયમ મુજબ હવે બેન્કોએ 30 દિવસની અંદર રિ-પેમેન્ટમાં નિષ્ફળ રહેનારને ઓળખી કાઢવા પડશે. જ્યારે રિઝર્વ બેન્કની જૂની ગાઇડલાઇન મુજબ લોનના રિપેમેન્ટમાં એક દિવસનો પણ વિલંબ થાય તો પણ બેન્કોએ કંપનીને નાદાર જાહેર કરવાની જોગવાઇ હતી.  RBIએ કહ્યું કે બેન્કોની એનપીએ અંગે જારી કરાયેલા નવા સર્ક્યુલરની જોગવાઇઓ તાત્કાલિક ધોરણે અમલી બનશે. 

જુના રિઝોલ્યુશન પ્લાનના સ્થાને લાગુ પડશે

નવા નિયમો નવા નિયમો સ્ટ્રેસ્ડ એસેટ્સને સજીવન કરવા, કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ, પ્રવર્તમાન લોંગ ટર્મ પ્રોજેક્ટ લોનનું ફેક્સિબલ રિસ્ટ્રક્ચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ (SDR), એસડીઆરની બહાર ઓનરશિપમાં ફેરફાર અને સ્કીમ ફોર સ્ટેઇનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ (S4A) અને જોઇન્ટ લેન્ડર્સ ફોરમ જેવા જુના ફ્રેમવર્કના રિઝોલ્યુશન પ્લાનના સ્થાને લાગુ પડશે.

શું નિયમ હતો RBIના 12મી ફેબ્રુઆરીના સર્ક્યુલરમાં

રિઝર્વ બેન્ક દ્વારા 12મી ફેબ્રુઆરી 2018ના રોજ એનપીએ માટે એક સર્ક્યુલર જારી કર્યો હતો જેમાં રૂ.2000 કરોડ કે તેથી વધારે લોનના રિપેમેન્ટમાં એક દિવસનો પણ વિલંબ કરનાર કે ડિફોલ્ટર થનાર બેન્કોએ તેના કિસ્સામાં રિઝોલ્યુશન પ્રોસેસ કે લોનના રિક્ટ્રક્ચરિંગની કાર્યવારી શરૂ કરવાનો ફરજિયાત નિયમ હતો. આવી આકરી જોગવાઇઓ સામે પાવર કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. પાવર કંપનીઓની અરજીને માન્ય રાખી સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કના 12મી ફેબ્રુઆરીના સર્ક્યુલરને રદ કરી દીધો હતો અને નવા સુધારા-વધારા નવો સર્ક્યુલર જારી કરવા આદેશ કર્યો હતો.

નવા સર્ક્યુલરમાં 1 દિવસના ડિફોલ્ટરનો નિયમ નાબૂદ

નવા સર્ક્યુલરમાં RBIએ એક દિવસના પેમેન્ટ ડિફોલ્ટનો નિયમ નાબૂદ કરી દીધો છે અને કહ્યું છે કે જો રૂ.2000 કરોડ કે તેથી વધારે દેવું ધરાવનાર કંપનીઓ રિપેમેન્ટમાં વિલંબ કરે તો 30 દિવસની અંદર તે લોનની સમિક્ષા કરવી અને લોન ડિફોલ્ટ થાય તેની પહેલાં જ રિઝોલ્યુશન પ્લાનની કામગીરી આરંભી દેવી. RBIએ કહ્યું કે બેન્કોએ બેડ લોનના રિઝોલ્યુશનની માટે પોતાના બોર્ડ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરાયેલી નીતિનું પાલન કરવું જોઇએ.

100% બદલે 75% ક્રેડિટર્સની જરૂરઃ RBI

RBIએ જૂના સર્ક્યુલરમાં લોન સામે રિઝોલ્યુશનની કાર્યવાહી શરૂ કરવા માટે અગાઉ 100 ટકા ધિરાણકર્તાઓની મંજૂરીનો નિયમ નક્કી કર્યો હતો જ્યારે હવે નવા સર્ક્યુલરમાં આ નિયમ વધારે ઉદાર બનાવ્યો છે અને જો 75 ટકા ક્રેડિટર્સની મંજૂરીનો નિયમ બનાવ્યો છે. જે મુજબ કુલ ધિરાણકર્તામાંથી 75 ટકા જેટલા ક્રેડિટર્સ સહમત હશે તો લોન ડિફોલ્ટર કંપની સામે રિઝોલ્યુશનની કાર્યવાહી શરૂ કરી શકાશે. તેમજ રિઝોલ્યુશન પ્લાન કેવું હશે અને તેને કેવી રીતે લાગુ કરાશે તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર ધિરાણકર્તાઓ (બેન્કો, એનબીએફસી) પાસે રહેશે. મધ્યસ્થ બેન્કે તમામ ધિરાણકર્તાઓ માટે એક ઇન્ટર ક્રેડિટર એગ્રિમેન્ટ (ICA) ઉપર હસ્તાક્ષર કરવું ફરજિયાત કર્યું છે જેથી તે સુનિશ્ચિત થઇ જાય કે લોન રિઝોલ્યુશનનો નિર્ણય બહુમતિના આધારે લેવામાં આવ્યો છે.

બેન્કે લોન ફસાય નહીં તેની સાવધાની રાખવી પડશેઃ RBI

RBIએ નવા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે લેન્ડર્સે લોન ફસાશે તેવી આશંકાએ વધારે સાવધાન થઇને તેની માહિતી આપવી જોઇએ. RBIએ સ્પષ્ટ કહ્યું છે કે લેન્ડર્સે સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટર્સ (CRILC)ને ધિરાણની માહિતી આપવી જોઇએ જેમાં કોઇ લોન એકાઉન્ટને સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટ (SMA) તરીકે વર્ગીકૃત કરવા જેવી પણ માહિતી સામેલ છે. આ નિયમ 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે રકમના દેવાદારો ઉપર જ લાગુ થશે.

ડિફોલ્ટ થાય તો સાપ્તાહિક રિપોર્ટ આપવો પડશેઃ RBI

RBIના નવા નિયમ મુજબ લેન્ડર્સ એવા તમામ દેવાદાર તેમની પાસેથી રૂ.5 કરોડ કે તેનાથી વધારે રકમની વસૂલાત કરવાની છે તેઓ ડિફોલ્ટર થાય તો તેવા કેસોનો સાપ્તાહિક રિપોર્ટ દર શુક્રવારે સબમિટ કરવાનો રહેશે. જો શુક્રવારે બેન્કોમાં રજા હોય તો એક દિવસ પહેલા આ રિપોર્ટ આપવો પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!