GSTV

RBIએ લોન્ચ કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, અમદાવાદમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ બનાવી છે તેની ડિઝાઈન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ 20 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડ્યો છે. તેની ડિઝાઈન છત્તીસગઢના મુંગેલીના સ્વપ્નિલ સોનીએ બનાવી છે. નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈનીંગ અમદાવાદના વિદ્યાર્થી રહેલા સ્વપ્નિલે આ સિક્કાની ગત વર્ષે ત્યારે ડિઝાઈન બનાવી હતી, જ્યારે આરબીઆઈએ આ સિક્કાની ડિઝઆઈન બનાવતા પહેલા અરજીઓ મગાવી હતી. દેશભરમાંથી મળેલી ડિઝાઈનમાંથી સ્વપ્નિલની અરજીને માન્ય રાખી સિલેક્ટ કરવામાં આવી હતી.

સ્વપ્નિલ આ અંગે જણાવે છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલો સિક્કો બાકીના સિક્કા કરતા ઘણો અલગ છે. તેમાં કૃષિ પ્રધાન ભારતની ઝલક દેખાય છે. તથા તેમાં 12 ખૂણા પણ છે. સિક્કાની વચ્ચે કોપર અને નિકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, તેને દિવ્યાંગ લોકો પણ સરળતાથી ઓળખી શકશે. સિક્કાના અલગ અલગ ભાગમાં અશોક સ્તંભ અને નીચે સત્યમેવ જયતે લખેલુ છે. અશોક સ્તંભની ડાબી બાજૂ ભારત અને ઈંડિયા લખેલુ છે. સિક્કાની પાછળના ભાગે હિન્દી અને અંગ્રેજીમાં 20 રૂપિયા લખાયેલા છે.

સ્વપ્નિલ નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઈન અમદાવાદમાં પીજીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારત સરકારે જ્યારે આ સિક્કાની ડિઝાઈન માટે અરજી મગાવી ત્યારે આ સ્પર્ધામાં નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઈન અમદાવાદ પણ તેમાં સામેલ થયુ હતું. આ જ સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ તો, 20 રૂપિયાના સિક્કા માટે છત્તીસગઢના સ્વપ્નિલની પસંદગી થઈ હતી.

READ ALSO

Related posts

જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું

Sejal Vibhani

રોકાણકારોને ચૂનો લગાડનાર કંપની સામે ઇડીનું એક્શન, દાખલ કરી મની લોન્ડરિંગની ચાર્જશીટ

Pritesh Mehta

વાહ/ રિલાયન્સ જીયો 5G લોન્ચ કરવાની યોજના પર કરી રહી છે કામ, ભારતમાં આર્થિક બનશે આ સેવા

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!