GSTV
Gujarat Government Advertisement

શું વધુ એક બેંક પર લાગશે તાળા?, RBIએ લાઇસન્સ રદ કરતા પહેલા કારણ દર્શાવો નોટિસ ફટકારી:

RBI

Last Updated on April 22, 2021 by Bansari

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વધુ એક બેંકનું લાઇસન્સ રદ કરતા પહેલા કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. છેતરપિંડીનો શિકાર બનેલી આ બેંકનું નામ ‘સંબંધ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ’ છે. ફ્રોડ પછી આ બેંકની નેટવર્થ RBI દ્વારા નક્કી કરેલી લિમિટથી પણ ઓછી થઇ ગઇ અને હાલના મહિનાઓમાં બેંકની નાણાકિય સ્થિતિ બહુ ખરાબ થઇ ગઈ છે.

rbi

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંબંધ ફિનસર્વને RBIએ કારણ દર્શાવો નોટિસ ફટકારી પૂછ્યું છે કે તેમનું લાઇસન્સ કેમ રદ ના કરવામાં આવે. બેંકની નેટવર્થમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંબંધ ફિનસર્વ બેંકના લાઇસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે RBI તરફથી આ સંબંધમાં અત્યાર સુધી કોઈ પણ જાણકારી સામે નથી આવી. સંબંધ ફિનસર્વના અધિકારીઓએ પણ કોઈ નિવેદન જારી નથી કર્યું.

બેંકના એમડી અને સીઈઓ જ પ્રમુખ આરોપી

સંબંધ ફિનસર્વ મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી દીપક કિડોને જ આ છેતરપિંડીનો મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે.

દિપક કિડોની ચેન્નઈ પોલીસના આર્થિક ગુના વિંગે ધરપકડ પણ કરી છે. સંબંધ ફિનસર્વની નોંધણી એનબીએફસી-એમએફઆઈ તરીકે થઈ છે.

માર્ચ 2020 સંબંધ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડે 461 કરોડ રૂપિયાની એસેટ અંડર મેનેજમેન્ટ અંગે જાણકારી આપી. SFPLને આ દરમિયાન 5.22 કરોડ રૂપિયાનો નફો પણ થયો. તેનું કુલ એટવાયેલું દેવું અંદાજે 0.67 ટકા છે.

ટોપ મેનેજમેન્ટે જ બેંકને કંગાળ કરી

ગત વર્ષે જ 7 ઓક્ટોબરના રોજ સીનિયર મેનેજમેન્ટે બેંક ડિરેક્ટર બોર્ડને એક પત્ર લખ્યો હતો. સીનિયર મેનેજમેન્ટના એક કર્મચારીએ જાણકારી આપી છે કે બેંકના મેનેજિંગ ડિરેક્ટર દીપક કિડો મેનેજમેન્ટ સાથે મળી નાણાકિય વર્ષ 2015-16થી જ બેંકની ફાઇનેન્શિયલ બુક સાથે છેડછાડ કરી રહ્યા છે.

કંપનીના મેનેજમેન્ટના અમુક લોકોએ જે પત્ર મોકલ્યો છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોપ મેનેજમેન્ટના કેટલાક અધિકારી ખોટા લોન અકાઉન્ટ બનાવતા હતા. આ બધુ બેંકના એમડી અને સીઈઓ દીપક કીડો અને ક્રેડિટ હેડની નજર સમક્ષ થતું હતું.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં બેંકના એસેટ અંડર મેનેજમેન્ટ પોર્ટફોલિયો 140 કરોડ રૂપિયા છે. ગત વર્ષે 30 સપ્ટેમ્બર સુધી કંપની તરફથી AUM 391 કરોડ રૂપિયા દર્શાવી છે.

આ પ્રકારે તેમાં અંદાજે 251 રૂપિયાનું અંતર છે. બેંક બોર્ડ ડિરેક્ટરોને જારી આ લેટર પર સંબંધ ફિનસર્વના ચીફ ફાઇનેન્શિયલ અધિકારી જેમ્સ અને ઇન્ટર્નલ ઓડિટ હેડ સહિત ત્રણ લોકોની સહી છે.

ગ્રાહકોના 5 લાખ રૂપિયા સુધી સુરક્ષિત

આ બેંકના ગ્રાહકોની વાત કરીએ તો તેમની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત છે. જો ભારતીય રિઝર્વ બેંક સંબંધ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ કેન્સલ કરે છે તો ગ્રાહકોના 5 લાખ રૂપિયા સુધી સુરક્ષિત રહેશે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) દ્વારા ગ્રાહકોની રકમ પરત મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!