GSTV

છેતરપિંડી કરનારાઓ સામે RBI ની લાલ આંખ, હવે આ રીતે તમારો ચેક રોકડ કરશે બેન્ક

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના કડક નિયમો છતા બેન્કમાં દગાખોરી થઈ જ જાય છે. છેતરપિંડી કરનાર લોકોને લૂંટવાની કોઈ ન કોઈ રીત શોધી જ લે છે. વધતા ફ્રોડને ધ્યાનમાં રાખતા હવે બેન્કિંગ પ્રણાલીમાં ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ થવા જઈ રહી છે.

બેન્કની મોબાઈલ એપ પર અપલોડ કરે છે

ચેકથી લેણ-દેણાં દગાખોરી રોકવા માટે બેન્કિંગ પ્રણાલીમાં ‘પોઝિટિવ પે’ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની જાહેરાત ભારતીય રિઝર્વે બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે કરી છે. પોઝિટિવ પે ફીચર હેઠળ એક ચેક જાહેર કરનાર વ્યક્તિ કોઈ બીજાને ચેત સોંપતા પહેલા ચેકની ફોટો ખેંચે છે અને તેને બેન્કની મોબાઈલ એપ પર અપલોડ કરે છે.

આટલા મૂલ્યવાળા ચેક માટે આવશે ‘પોઝિટિવ પે’

નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા બાદ દાસે કહ્યુ કે, ચેકની ચૂકવણીની સુરક્ષાને વધુ વધારવા માટે 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે મૂલ્યના બધા ચેક માટે ‘પોઝિટિવ પે’ નું ફીચર લાવવાનો નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે, 50 હજાર રૂપિયાની આ સીમા હેઠળ સંખ્યાની દૃષ્ટિથી લગભગ 20 ટકા અને ચૂકવણી મૂલ્યના હિસાથી 80 ટકા લેણદેણ આવી જશે.

ICICI બેન્કે પહેલા જ આપી આ સુવિધા

આ સંબંધમાં અન્ય દિશાનિર્દેશ જલ્દી જ જાહેર કરી દેવામાં આવશે. માલૂમ હોય કે, દેશની બીજી સૌથી મોટી ખાનગી બેન્ક ICICI બેન્ક કોઈપણ પ્રકારની સીમા વગર જ વર્ષ 2016થી પોતાના ગ્રાહકોને આ પ્રકારની સુવિધા આપી રહ્યુ છે. આ સુવિધામાં બેન્કને કોઈ લાભાર્થીને ચેક જમા કરતા પહેલા જાણ હોય છે કે, તેના ગ્રાહકે ચેક જાહેર કર્યો છે. તેનાથી ચેક પણ ચૂકવણી કરતા પહેલા બેન્ક કર્મચારી તેનું મિલાન પોતાની પાસે પહેલાથીજ ઉપલબ્ધ સૂચનાથી કરી શકે છે.

READ ALSO

Related posts

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!