GSTV

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

rbi

Last Updated on December 6, 2021 by pratik shah

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે અને બુધવારે કેન્દ્રીય બેંક નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામ જારી કરશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ચાલનારી એમપીસીની બેઠકમાં નીતિગત દરોમાં બદલાવ કરવા સહિત કેટલાક આર્થિક નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં સંભાવના છે કે દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રૉનની આશંકાઓને ધ્યાનમાં રાખીને જ કેટલાક નિર્ણય લેવામાં આવશે.

RBI

દરોમાં ફેરફાર થવાની શક્યતા ઓછી  

વિશેષજ્ઞોનુ માનીએ તો 8 ડિસેમ્બરે ત્રણ દિવસીય બેઠકના પરિણામ આવશે અને આ વખતે નીતિગત દરમાં કોઈ પણ પ્રકારના પરિણામની સંભાવના ઓછી છે. આશા છે કે રિઝર્વ બેન્ક નીતિગત દરને યથાવત રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરના દેશોમાં નવા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દી મળી રહ્યા છે અને ભારત પણ આનાથી અલગ નથી. જોકે, કેટલાક રિપોર્ટમાં આર્થિક સલાહકારના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આરબીઆઈ દરોમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

આઠ એમપીસી બેઠકમાં યથાવત રહ્યા દર

ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત દરમાં ફેરફાર છેલ્લીવાર 22 મે 2020એ કર્યુ હતુ. જે બાદ કોરોના કાળમાં આઠ વાર નાણાકીય નીતિ સમીક્ષા થઈ ચૂકી છે અને આ બેઠક બાદ અત્યાર સુધી કોઈ પણ પરિવર્તન કરવામાં આવ્યુ નથી. અત્યારે રેપો રેટનો દર 4 ટકા પર છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર બની છે. આજથી શરૂ થઈ રહેલી એમપીસીની આ બેઠક આ વર્ષની છેલ્લી છે અને ઓમિક્રોન સહિત કેટલાક કારક પર આમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવશે.

RBI

આ મુદ્દા પર થશે વિચાર-વિમર્શ

રિપોર્ટ અનુસાર રેપો રેટમાં પરિવર્તન સિવાય આ બેઠકમાં અર્થવ્યવસ્થામાં તરલતા જાળવી રાખવાની જરૂર પર ધ્યાન કેન્દ્રિત થશે જ્યારે ફુગાવાના દરોમાં આવી રહેલા ઉતાર-ચડાવને પણ કેન્દ્રમાં રાખીને બેઠકના નિર્ણય લેવામાં આવશે. ઓક્ટોબરમાં થયેલી બેઠકમાં મોનેટરી પોલિસી કમિટીએ નાણાંકીય વર્ષ 2021 માટે જીડીપી ગ્રોથના અનુમાનને 9.5 ટકા પર જાળવી રાખ્યો હતો.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!