GSTV

રિઝર્વ બેન્કે વિદેશી રોકાણકારો માટે બોન્ડમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની મર્યાદામાં કર્યો વધારો

Last Updated on August 7, 2019 by Alap Ramani

વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે બોન્ડમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની મર્યાદામાં રિઝર્વ બેન્કે બે તબક્કામાં વધારો કર્યો છે જેને કારણે વિદેશી રોકાણકારો રૂપિયા 1.40 ટ્રિલિયન જેટલી વધુ રકમ ભારતીય બોન્ડસમાં રોકી શકશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાં 2018-19માં મર્યાદા વધારીને 5.50 ટકા કરી છે અને નાણાં વર્ષ 2019-20 માટેની મર્યાદા 6 ટકા કરાઈ છે. એટલે કે સિક્યુરિટીઝના બાકી પડેલા સ્ટોકમાં એફપીઆઈ વર્તમાન નાણાં વર્ષમાં સાડા પાંચ ટકા અને આગામી નાણાં વર્ષમાં 6 ટકા રોકાણ કરી શકશે.

બે વર્ષમાં સરકારી બોન્ડસમાં નેટ વધારો રૂપિયા 592 અબજ જેટલો રહેશે. કોર્પોરેટ બોન્ડસમાં મર્યાદા વધીને રૂપિયા 447.80 અબજ રહેશે. ડિસેમ્બરના અંતે એફપીઆઈ બાકી પડેલા સરકારી બોન્ડસમાં 4.50 ટકા રોકાણ ધરાવી શકતી હતી. આ મર્યાદા વધારીને માર્ચ સુધીમાં પાંચ ટકા કરાઈ હતી.

Related posts

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!