GSTV

RBIએ આ બેંકો પર ફટકાર્યો 52 લાખ રૂપિયાનો દંડ, શું ગ્રાહકોના ઈન્વેસ્ટમેન્ટ પર પણ થશે અસર ?

RBI

Last Updated on September 4, 2021 by Damini Patel

ભારતીય રિઝર્વ બેન્કે(RBI) મુંબઈના બોમ્બે મર્કેન્ટાઇલને ઓપરેટીવ બેન્ક પર નિયમોના ઉલ્લંઘનને લઇ 50 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આરબીઆઇએ પોતાના KYC માપદંડો માટે કેટલાક પ્રાવધાનનું પાલન કરવા માટે અકોલા જિલ્લામાં સ્થિત ઇકેન્દ્રીય સરકારી બેન્ક અનલિમિટેડ, અકોલા(મહારાષ્ટ્ર) પર પણ 2 લાખ રૂપિયાનો દંડ લાગાવ્યો છે. જો કે આરબીઆઇ તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેંકો પર આ પ્રકારના દંડ ફટકારવાથી ગ્રાહકોના ઇન્વેસ્ટમેન્ટ પર કોઈ ફરક નહિ પડે.

આરબીઆઇ એ એક નિવેદનમાં કહ્યું, ‘બોમ્બે માર્કેટાઇલ બેન્ક પર આરબીઆઈ નિર્દેશ, 2016માં નિહિત નિર્દેશો અને પર્યવેક્ષી કાર્યવાહી ઢાંચા હેઠળ નિર્દેશોનું અનુપાલન ન કરવાને લઇ દંડ ફટકાર્યો છે.

વ્યવહારો પર નજર રાખવા માટે કોઈ મજબૂત સિસ્ટમ નથી!

રેલવે

એક અલગ નિવેદનમાં, કેન્દ્રીય બેંકે કહ્યું કે 31 માર્ચ, 2019 ના રોજ મધ્યસ્થ સહકારી બેંકની નાણાકીય સ્થિતિના આધારે, નિરીક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે બેન્ક શંકાસ્પદ વ્યવહારોનું નિરીક્ષણ અને અસરકારક તપાસના ભાગરૂપે ચેતવણીઓ માટે એક મજબૂત સિસ્ટમ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ તાજેતરમાં સહકારી ક્ષેત્રની સહકારી રાબોબેંક યુએ પર નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે તેણે 31 માર્ચ, 2020 સુધી બેંકની નાણાકીય સ્થિતિ અંગે સુપરવાઇઝરી મૂલ્યાંકન વૈધાનિક તપાસ (ISE) તપાસ હાથ ધરી હતી. જેમાં કંપની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું અને આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ મળી હતી, આરબીઆઈએ આ બાબતે બેંકને કારણદર્શક નોટિસ પણ આપી હતી.

rbi

નોટિસ પર બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણીમાં મળેલ જવાબ અને ત્યારબાદ બેંક દ્વારા આપવામાં આવેલી વધારાની માહિતી, આરબીઆઈએ બેંકને નિયમોના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા અને કાર્યવાહી કરતી વખતે દંડ ફટકાર્યો.

આ બે બેન્કો પર 53 લાખ રૂપિયાથી વધુનો દંડ લાદવામાં આવ્યો છે

ગયા મહિને આરબીઆઈએ નાસિકની જનલક્ષ્મી સહકારી બેંક પર 50.35 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. તે જ સમયે, ગાઝિયાબાદની નોઈડા કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક પર 3 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ નિયમનકારી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ નાશિકની જનલક્ષ્મી સહકારી બેંક પર 50.35 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ‘અન્ય બેંકો સાથે પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા થાપણો મૂકવા’ અને ‘ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ (સીઆઇસી) નું સબસ્ક્રિપ્શન’ પર રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ જનલક્ષ્મી સહકારી બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!