GSTV

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

RBI

Last Updated on June 22, 2021 by Damini Patel

ભારતીય રિઝર્વ બેંકે એક વાર ફરી કો-ઓપરેટીવ બેંકો પર મોટી કાર્યવાહી કરી છે. RBIએ વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે મુંબઈમાં મોગાવીરા કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ સહીત ત્રણ સહકારી બેંકો પર 23 લાખ સુધી દંડ લગાવ્યો છે.

મોગાવીરા કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ પર 12 લાખ રૂપિયાનો, ઈંદાપુર અર્બન કો-ઓપરેટીવ બેન્ક પર 10 લાખ રૂપિયા અને બારામતી સહકારી બેન્ક લિમિટેડ પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

ઇન્સ્પેક્શન રિપોર્ટમાં થયો ખુલાસો

બેંકો

કેન્દ્રીય બેન્કમાં મોગાવીરા કો-ઓપરેટીવ બેન્કને લઇ કહ્યું કે 31 માર્ચ,2019ના રોજ બેન્કની નાણાકીય સ્થિતિના આધાર પર એમની નિરીક્ષણ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બેંકે દાવા વગર જમા રકમનું જમાકર્તા તેમજ જાગૃકતા ફંડમાં પુરી રીતે ટ્રાન્સફર કર્યા નથી અને સાથે જ નિષ્ક્રિય ખાતાની વાર્ષિક સમીક્ષા પણ નહિ કરી. નિરીક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે બેન્કમાં ખાતા જોખમ સંબંધી વર્ગીકરણની આવધીક સમીક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી.

salary

RBIએ ઈન્દાપૂર કો-ઓપરેટીવ બેન્કને લઇ કહ્યું કે 31 માર્ચ, 2019ના રોજ બેન્કની નાણાકીય સ્થિતિના આધારે એમના નિરીક્ષણ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એમની અસુરક્ષિત અગ્રિમો એક એકીકૃત સીમાની પાલન નથી કરતી અને એમની પાસે બેન્કમાં ખાતાઓના જોખીમ સંબંધિત વર્ગીકરણની આવધીક સમીક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. સાથે જ બેન્કમાં ગ્રાહકોને જોખમ સંબંધિ વર્ગીકરણ તરીકે લેન-દેણના અસંગત થવાની સ્થિતિમાં એલર્ટ તૈયાર કરવા માટે મજબૂત વ્યવસ્થા ન હતી.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!