ગયા સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની ઘોષણા કરતા IMPSની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયા વધારી 5 લાખ કરી દીધી. RBIએ આ નિર્ણયને લઇ કહ્યું કે એનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવામાં મદદ મળશે, સાથે જ 2 લાખથી વધુ વેલ્યુનું ટ્રાન્ઝેક્શન કરવામાં સરળતા રહેશે. RBIએ એ પણ કહ્યું કે એમાં કસ્ટમર્સને એડિશનલ ફેસિલિટી મળશે.
IMPS એટલે કે તાત્કાલિક ચુકવણી સેવા ડિજિટલ બેન્કિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સેવા છે. આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ ઘરેલુ ફંડ ટ્રાન્સફર માટે થાય છે. IMPS ની સુવિધા ઈન્ટરનેટ બેંકિંગ તેમજ મોબાઈલ બેંકિંગ, બેંક શાખાઓ અને ATM, SMS, IVRS પર ઉપલબ્ધ છે. તેની મદદથી વ્યવહારો કરવાનું ખૂબ જ સરળ છે. આ વિકલ્પ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. RBIના રિપોર્ટ અનુસાર IMPS ટ્રાન્ઝેક્શન મૂલ્ય 2021માં 32 ટ્રિલિયન (32 લાખ કરોડ)ને પાર કરી ગયું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન NEFT ટ્રાન્ઝેક્શન 29 લાખ કરોડ હતું.

RTGS સેવા 24 કલાક ઉપલબ્ધ છે
રિઝર્વ બેંકે IMPS ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારવાનું કેમ નક્કી કર્યું તે અંગે એક્સપર્ટે જણાવ્યું હતું કે હવે RTGS એટલે કે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ 24 કલાક માટે લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય સરેરાશ IMPS પતાવટનો સમય પણ ઘટ્યો છે. આ જ કારણ છે કે રિઝર્વ બેંકે IMPS ની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો.
હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત છે

તેમણે એમ પણ કહ્યું કે જો તેની મર્યાદા વધારી દેવામાં આવી છે, તો તેનો અર્થ એ છે કે ઉચ્ચ મૂલ્યના ડિજિટલ વ્યવહારો હવે પહેલા કરતા વધુ સુરક્ષિત છે. આરબીઆઈ સુનિશ્ચિત કરવા માંગે છે કે મોબાઈલ બેંકિંગ અને ઈન્ટરનેટ બેંકિંગની મદદથી વ્યવહારો સંપૂર્ણપણે સુરક્ષિત રહે. તેનાથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધે અને ડિજિટલ ઇન્ડિયા ચળવળમાં મદદ મળી રહે.
IMPS સેવા શું છે
IMPS એટલે તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સેવા. સરળ શબ્દોમાં કહીએ તો IMPS દ્વારા, તમે કોઈપણ ખાતા ધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો. આમાં પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે આઇએમપીએસ દ્વારા તમે સાત દિવસ, 24 કલાક સેકન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. RTGS, NEFT અથવા IMPS જેવી સુવિધાઓ માટે ઇન્ટરનેટ જરૂરી છે. જો તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ નથી, તો તમે ઇન્ટરનેટ સુવિધા ધરાવતા સ્માર્ટફોનથી પણ કામ ચલાવી શકો છો.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં