GSTV

ATM રોકડ ઉપાડના બદલાઈ ગયા છે નિયમો, સંસદમાં સરકારે જણાવ્યા: કેટલી વાર કરી શકાશે Free Transaction

ATM

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

ATMમાંથી રોકડ ઉપાડ અને કરો છો તો આ જાણકારી તમારા માટે ઘણી જ મહત્વની છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ATMને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. RBIએ લગભગ 9 વર્ષ પછી ATM Transaction માટે ઇન્ટરચેન્જ ચાર્જ વધારવાની અનુમતિ આપી દીધી છે. આ નિર્ણય જૂનમાં લેવામાં આવ્યો હતો.

આ અંગે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડએ લોકસભામાં એટીએમ ટ્રાન્જેક્શનને લગતા નિયમો અંગે કરવામાં આવેલ સવાલનો જવાબ આપતા આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે 1 જાન્યુઆરી 2022થી બેંકોને કસ્ટમર ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસુલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. હાલપૂરતા બેન્કોને તેનું મહત્તમ મૂલ્ય 20 રૂપિયા સુધી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

Transaction

કેટલી વાર કરી શકાશે ફ્રી ATM Transaction

  • તમે જે કોઈપણ બેંકના ગ્રાહક હોવ, દર મહિને પોતાના ATM માંથી 5 વાર રોકડ ઉપાડી શકાશે
  • પોતાની બેંકના એટીએમ થી નોન-કેશ ટ્રાન્જેક્શનની કોઈ લિમિટ નથી.એટલે તમે ગમે તેટલી વખત ઈન્કવાયરી, ટ્રાન્સફર જેવો વહીવટ કરી શકો છો.
  • અન્ય બેન્કના એટીએમ પર લિમિટ લગાવવામાં આવી છે. તમે 3 થી 5 વખત જ તેનો ઉપયોગ કરી શકો છો. બાદમાં રોકડ ઉપાડ પર ચાર્જ લાગશે. જેમાં નોન-કેશ ટ્રાન્જેક્શન પણ સામેલ છે.
  • દિલ્હી, મુંબઈ કોલકાતા હૈદરાબાદ બેંગ્લુરુ ચેન્નાઇ જેવા મેટ્રો શહેરોમાં બેન્ક એટીએમમાંથી 3 વખત કેશ ઉપાડી શકાય છે.
  • મેટ્રોને બાદ કરતા દેશના કોઈપણ શહેરમાં અન્ય બેન્કના એટીએમ માંથી 5 વખત ફ્રી ટ્રાન્જેક્શન કરી શકાશે જેમાં નોન-કેશ પણ આવી જાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!