GSTV
Gujarat Government Advertisement

બેંકના ગ્રાહકોને મોટો ઝટકો / હવે ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગુ થશે નવા નિયમ, જાણો સંપૂર્ણ વિગત

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગુરૂવારના રોજ લગભગ 9 વર્ષ બાદ એટીએમ લેણદેણ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. RBI એ તમામ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ભાવ વધારવાની પરવાનગી આપી છે. RBI એ જણાવ્યું કે, ‘ગ્રાહકો માટે એટીએમનો 5 વખત ફ્રીમાં ઉપયોગ કરવાની સુવિધા જળવાઇ રહેશે, પરંતુ ત્યાર બાદ બિન આર્થિક વ્યવહાર માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે. આ સાથે નાણાંકીય લેણદેણ એટલે કે, પૈસા નીકાળવા માટે લાગનારો ખર્ચ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ATM-transaction

એક રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લગભગ 9 વર્ષ બાદ એટીએમ લેણદેણ માટે ઇન્ટરચેન્જ ખર્ચ સંરચનામાં વધારો કરવાની પરવાનગી આપી છે. દેશભરમાં એટીએમની તૈનાતીમાં વધતો ખર્ચ અને બેંકો દ્વારા એટીએમ જાળવણીનો ખર્ચ જોતા બેંકોને હવે વધારે ખર્ચ લેવાની પરવાનગી આપી છે.

ઘણાં વર્ષોથી, ખાનગી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ઇન્ટરચેંજ ફીમાં રૂ. 15થી વધારીને 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યાં હતાં. જૂન 2019 માં ભારતીય બેંકોના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

rbi

1 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમો

ગુરુવારે મળેલા અહેવાલો અનુસાર, આરબીઆઈએ એટીએમમાંથી નાણાંકીય વ્યવહાર માટે ટ્રાન્ઝેક્શન દીઠ ઇન્ટરચેંજ ફી 15 થી વધારીને 17 રૂપિયા કરી દીધી છે અને 1 ઓગસ્ટ, 2021 થી બિન-નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે રૂ. 5થી રૂ. 6 કરી દેવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 થી બેંકોને ગ્રાહક ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બેંકોને આ માટે વધુમાં વધુ 20 રૂપિયા સુધી ચાર્જ વસૂલવાની છૂટ છે.

શું હોય છે ઇન્ટરચેન્જ ચાર્જ? સમજો ઉદાહરણ સાથે

એટીએમ ઇન્ટરચેંજ ચાર્જ શું છે, ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે તમે એસબીઆઈના ગ્રાહક છો અને તમારા એસબીઆઇ કાર્ડનો ઉપયોગ કરીને પંજાબ નેશનલ બેંક (પીએનબી) એટીએમમાંથી પૈસા ઉપાડો છો. તો આવી સ્થિતિમાં એસબીઆઇ તેના ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાતા એટીએમ મશીન એટલે કે પીએનબી દ્વારા બેંકને ચોક્કસ ફી ચૂકવે છે. આને એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે.

money

આ નિર્ણયની તમારા ખિસ્સા પર શું અસર થશે?

ગ્રાહકોએ હવે અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે. જો કે, આરબીઆઈના જણાવ્યાં અનુસાર, ગ્રાહકો તેમની બેંકના એટીએમથી દર મહિને મફત નાણાંકીય અથવા બિન-નાણાંકીય માટે યોગ્ય છે. આ સાથે તેઓ અન્ય બેંકના એટીએમથી મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વ્યવહાર માટે યોગ્ય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, મફત ટ્રાંઝેક્શન ઉપરાંત બેન્કો ગ્રાહક ચાર્જના નામે વધુમાં વધુ 20 રૂપિયા ચાર્જ કરી શકે છે. નવા વર્ષથી તેમાં 1 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: કોરોના દર્દીઓના વપરાશમાં લેવાતી તમામ વસ્તુઓ પર GSTમાં મુકાયો કાપ, ગ્રુપ ઓફ મીનિસ્ટરની બેઠકમાં લેવાયો નિર્ણય

Pravin Makwana

તેલનો ખેલ/ વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું છે 50 હજાર કરોડનો આ માસ્ટર પ્લાન

Bansari

LLBના છાત્રો માટે ખુશખબર : હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવાશે પરીક્ષાઓ, જાણી લો ક્યારે યોજાશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!