GSTV
Home » News » 28 વર્ષ બાદ RBIના ગર્વનર કાર્યકાળ ન પૂરો કરી શક્યા, ઉર્જિત પટેલે આપ્યું રાજીનામુ

28 વર્ષ બાદ RBIના ગર્વનર કાર્યકાળ ન પૂરો કરી શક્યા, ઉર્જિત પટેલે આપ્યું રાજીનામુ

ભારતને સૌથી મોટો ફટકો પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા ઘણા સમયથી આરબીઆઇ અને સરકારની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લઇને ઉર્જિત પટેલે સૌને ચોંકાવી દીધા છે. જો કે તેમણે રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે. સરકારને રિઝર્વ ભંડોળ આપવાની મનાઇ ફરામાવ્યા બાદ તેમનો સરકાર સાથે 36નો અાંક ચાલી રહ્યો હતો.

અાજે એકાએક ઉર્જિત પટેલના રાજીનામાંથી દેશની અાર્થિક વ્યવસ્થામાં મોટા ગાબડા પડે તેવી સંભાવના છે. અરવિંદ સુબ્રમણ્યમે પણ ભયંકર મંદી અાવી રહી હોવાના સંકેતો આપ્યા છે. અા દરમિયાન આરબીઆઈના ગર્વનરના રાજીનામાથી કંઇક ખોટુ થઈ રહ્યાં હોવાના અંદાજો અર્થશાસ્ત્રીઅો લગાવી રહ્યાં છે. 1990 બાદ પ્રથમવાર કોઇ ગવર્નર કાર્યકાળ પૂરો થયા પહેલાં રાજીનામું અાપી રહ્યાં છે. 14મી ડિસેમ્બરની આરબીઆઇની બેઠક પહેલાં ઉર્જિતના રાજીનામાથી મોટા સવાલો ઉભા થયા છે.

અગાઉ પણ રાજીનામું અાપે તેવી સંભાવના હતી

આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકની કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરની પ્રસ્તાવિત બેઠકમાં રાજીનામું આપે તેવી સંભાવના હતી . જોકે, મોદીને મળ્યા બાદ તેમને અા રાજીનામું અાપવાની પ્રોસેસ ટાળી દીધી હતી. ઑનલાઇન ફાઇનાન્શિયલ પબ્લિકેશન મનીલાઈફે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો ે. સરકાર અને આરબીઆઈ વચ્ચે તણાવ યથાવત છે. તો બીજીતરફ સરકાર સાથે જોડાયેલા સૂત્રોની વાત માનીએ તો સરકાર આરબીઆઈ પાસેથી દેવા સંબંધી મામલામાં રાહત અને તેના સરપ્લસ રિઝર્વથી 3.6 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા માટે પોતાનું દબાણ યથાવત રાખશે.તો બીજી તરફ મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ કેન્દ્રીય બેંક તેનાથી સહમત નથી અને પોતાના સરવૈયાને મજબૂત કરવા માટે પોતાની પાસે ડિવિડન્ડ ઈચ્છે છે.

આરબીઆઈ કાયદાની કલમ 7 હેઠળસરકાર ઈચ્છે છે કે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ત્રણ ચિંતાઓને દૂર કરે. આ ચિંતાઓસરપ્લસ, દેવુ અને વધારાને ગતિ આપવા માટે એનપીએના નિયમો હળવા તથા ગેર બેન્કિંગ નાણાંકીયકંપનીઓની સામે રોકડ સંકટને દૂર કરવામાં જોડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે ગત 23 ઓક્ટોબરે મુંબઈમાં યોજાયેલી છેલ્લી બોર્ડ બેઠકમાં નાણાંમંત્રાલય અને આરબીઆઈના નજીકના મતભેદોને ખુલીને જાહેર કર્યા હતાં. બાદમાં વિવાદ આગળવધ્યો હતો. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે કેન્દ્રીય બોર્ડનીસ્વાયત્તતા ‘એક મહત્વપૂર્ણ’ અને શાસન ચલાવવા માટે સ્વીકાર્યજરૂર છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર અને આરબીઆઈ બંનેના જાહેર હિતઅને ભારતીય અર્થવ્યવસ્થાની જરૂરિયાતોના હિસાબથી કામ કરવાનુ છે. જોકે, હજી સુધીસ્પષ્ટ થયુ નથી કે શું વાસ્તવમાં બંને પક્ષોની વચ્ચે ગતિરોધ દૂર થયો છે કે નહીં.

Related posts

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!