RBIની કેન્દ્રીય બોર્ડની બેઠક 19 નવેમ્બરે, ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું

આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ભારતીયરિઝર્વ બેંકની કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરની પ્રસ્તાવિત બેઠકમાં રાજીનામું આપીશકે છે. ઑનલાઇન ફાઇનાન્શિયલ પબ્લિકેશન મનીલાઈફે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યોછે. સરકાર અને આરબીઆઈ વચ્ચે તણાવ યથાવત છે. તો બીજીતરફ સરકાર સાથે જોડાયેલાસુત્રોની વાત માનીએ તો સરકાર આરબીઆઈ પાસેથી દેવા સંબંધી મામલામાં રાહત અને તેનાસરપ્લસ રિઝર્વથી 3.6 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા માટે પોતાનું દબાણ યથાવત રાખશે.તો બીજી તરફ મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ કેન્દ્રીય બેંક તેનાથી સહમત નથીઅને પોતાના સરવૈયાને મજબૂત કરવા માટે પોતાની પાસે ડિવિડન્ડ ઈચ્છે છે.

મનીલાઈફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પટેલ આરબીઆઈની આગામી મીટિંગમાં સ્વાસ્થ્યના કારણનો હવાલો આપીને રાજીનામું આપી શકે છે. જોકે, આરબીઆઈની હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તો બીજીતરફ એજન્સી રાયટર્સ મુજબ સૂત્રોએ કહ્યું કે જો તેનાથી બેંકના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે છે તો પણ સરકાર 3.6 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા માટે પોતાનું દબાણ યથાવત રાખશે.

આરબીઆઈ કાયદાની કલમ 7 હેઠળસરકાર ઈચ્છે છે કે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ત્રણ ચિંતાઓને દૂર કરે. આ ચિંતાઓસરપ્લસ, દેવુ અને વધારાને ગતિ આપવા માટે એનપીએના નિયમો હળવા તથા ગેર બેન્કિંગ નાણાંકીયકંપનીઓની સામે રોકડ સંકટને દૂર કરવામાં જોડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે ગત 23 ઓક્ટોબરે મુંબઈમાં યોજાયેલી છેલ્લી બોર્ડ બેઠકમાં નાણાંમંત્રાલય અને આરબીઆઈના નજીકના મતભેદોને ખુલીને જાહેર કર્યા હતાં. બાદમાં વિવાદ આગળવધ્યો હતો. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે કેન્દ્રીય બોર્ડનીસ્વાયત્તતા ‘એક મહત્વપૂર્ણ’ અને શાસન ચલાવવા માટે સ્વીકાર્યજરૂર છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર અને આરબીઆઈ બંનેના જાહેર હિતઅને ભારતીય અર્થવ્યવસ્થાની જરૂરિયાતોના હિસાબથી કામ કરવાનુ છે. જોકે, હજી સુધીસ્પષ્ટ થયુ નથી કે શું વાસ્તવમાં બંને પક્ષોની વચ્ચે ગતિરોધ દૂર થયો છે કે નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter