GSTV

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રિઝર્વ બેંકના ગવર્નરે આ અંગે એક ટ્વીટ કરી સૌને માહિતી આપી છે. તેમણે ટ્વીટ દ્વારા જાણકારી આપતા જણાવ્યુ છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તેથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો સતર્ક રહે. તેઓ આઈસોલેશનમાં રહીને જ પોતાનું કામ ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે, દેશમાં નામી રાજનેતા અને ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં જ કેટલાય લોકોને કોરોના થયો છે. જે સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. કેટલાય રાજકીય નેતાઓ પણ આ વાયરસની ચપેટમાં આવ્યા છે. ત્યારે હવે દેશની સૌથી મોટી બેંક રિઝર્વ બેંકના ગવર્નર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

શક્તિકાંત દાસે આ અંગે રવિવારે એક ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું, મારામાં સંક્રમણના કોઈ લક્ષણો નથી. હું હાલમાં સારૂ ફિલ કરી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. હું તેમને સતર્ક કરવા માગુ છું. આઈસોલેશનમાં રહીને હું કામ ચાલુ રાખીશ. રિઝર્વ બેંકનું કામ સારી રીતે ચાલતુ જ રહેશે. અન્ય અધિકારીઓનેા સંપર્કમાં પણ રહીશ.

આપને જણાવી દઈએ કે, શક્તિકાંત દાસ ઉપરાંત દેશના કેટલાય નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ચૂંટણી ટાણે જ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તો આ પહેલા પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત સરકારના કેટલાય મંત્રી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

હાલમાં જ આ પ્રકારની વિગતો મળી છે. અમને જેવું આ બાબતે વધારે વિગતો મળતી જશે, તે રીતે અમે અહીં આપને વિગતો આપતા રહીશું. વધુ વિગતો જાણવા માટે આપ જીએસટીવીના પેજને રિફ્રેશ કરતા રહો.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!