GSTV

લોનધારકોને મોટો ઝટકો: EMI અને લોનના વ્યાજદરમાં હવે નહીં મળે રાહત, GDP દર નેગેટિવ જશે

રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામો પહોંચી ગયા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેપો રેટમાં પરિવર્તનનો અર્થ એ છે કે તમને ઇએમઆઈ અથવા લોન વ્યાજ દર પર નવી રાહત મળશે નહીં.

આરબીઆઇ ગવર્નરે આપી માહિતી

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું હતું કે રેપો રેટને 4% પર સ્થાયી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રિવર્સ રેપો રેટ પણ 3.35% પર સ્થિર છે.

શેરબજારમાં ઉછાળો

દરમિયાન, શેરબજારમાં સતત વધારો થતો રહ્યો. સવારે 11 વાગ્યા પછી સેન્સેક્સે 250 પોઇન્ટનો મજબૂતી બતાવી નિફ્ટી 11,150 પોઇન્ટની આગળ કારોબાર કરી રહ્યો છે.

 • 100 દિવસમાં રીવર્સ રેપો રેટ 155 બેસિસ પોઈન્ટ એટલેકે 1.55% ઘટ્યા છે
 • વ્યાજદરમાં કોઈ ફેરફાર નહિ,
 • 4%એ રેપો રેટ યથાવત
 • સર્વસંમતિથી વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય
 • 4%એ રેપો રેટ યથાવત,રીવર્સ રેપો રેટ 3.55%એ પણ યથાવત
 • MPCએ મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ અકોમોડેટીવ પર યથાવત રાખ્યું
 • RBIએ MSF અને બેંક રેટ 4.25% પર યથાવત રાખ્યા
 • 18 વર્ષ બાદ ભારતનું ટ્રેડ ખાતું સરપ્લસ થયું છે
 • ઘરેલું માંગ તળિયે પહોંચતા આયાત ઘટી છે આ સિવાય ક્રૂડના ભાવ ઘટતા આયાત ઘટતા ટ્રેડ ખાતું સરપ્લસ રહ્યું
 • Q2માં મોંઘવારી વધશે, Q3માં કાબૂમાં આવશે
 • ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી શરૂ
 • 2021નો જીડીપી ગ્રોથ નેગેટીવ રહેવાની આશંકા

RBI ગવર્નર શક્તિકાંતા દાસ અન્ય મુખ્ય જાહેરાતો

 • NBFC માટે ફંડ એકત્ર કરવું સરળ બનશે
 • વધુ 10,000 કરોડ નાબાર્ડ અને હાઉસિંગ કોર્પોરેશનને આપવામાં આવશે
 • 7મી જુન, 2020ના પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક હેઠળ લેણદારોને લોન રીસ્ટ્રકચરિંગની મંજૂરી મળી
 • K V કામથના નેજા હેઠળ એક કમિટીની રચના થશે
 • રીઝોલ્યુશન પ્લાન અને ફ્રેમવર્ક અંગે સલાહ-સૂચનો અને નીતિ-નિયમોનું નિર્ધારણ કરશે

MSME માટે ખાસ જાહેરાત

 • વર્તમાન રીઝોલ્યુશન પ્લાન હેઠળ MSMEનું લોન પણ રીસ્ટ્રકચર થઈ શકશે
 • માર્ચ સુધીમાં જે MSMEની લોન ખાતું મજબૂત હશે તેની લોન રીસ્ટ્રકચર કરી શકશે
 • બેંકો MSME માટે લોન રીસ્ટ્રકચરિંગની યોજના 31મી માર્ચ, 2021 સુધી લંબાવાઈ

સોના સામે મળશે વધુ લોન

 • કોઈપણ વ્યક્તિ સોનાની સામે લોન લેવા જાય તો બજાર મૂલ્યના 75% જ લોન બેંક, અન્ય લેણૅદારો આપી શકે છે હવે ગોલ્ડ અને જ્વેલરી પર લોન માટેનો LTB રેશિયો વધારીને 90% કરવામાં આવ્યું
 • 31મી માર્ચ, 2021 સુધી હવે સોનાની વેલ્યુના 90% લોન લઈ શકાશે

કોરોના યુગમાં ત્રીજી બેઠક

કોરોના યુગમાં રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષાની આ ત્રીજી બેઠક હતી. કોરોના સંકટને લીધે આ અગાઉ બે વાર બેઠક યોજાઈ છે. પ્રથમ બેઠક માર્ચમાં અને પછી બીજી બેઠક મે 2020 માં મળી હતી. આ બંને બેઠકોમાં રિઝર્વ બેન્કના કુલ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી, 2019 પછી રેપો રેટમાં 2.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

બેંકોએ પણ ગ્રાહકોને લાભ આપ્યો

એસબીઆઈના સંશોધન અહેવાલ મુજબ, બેન્કોએ નવી લોન પરના વ્યાજ દરમાં 0.72 ટકાનો ઘટાડો કર્યો છે. આ સૂચવે છે કે રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડા દ્વારા ઝડપથી આપવામાં આવ્યો હતો. એસબીઆઈએ રેપો સંબંધિત રિટેલ લોન પર 1.15 અંકનો વ્યાજ ઘટાડ્યો છે.

 • બેઠકના પરિણામો આપતી વખતે રિઝર્વ બેંકના ગવર્નર શશિકાન્ત દાસે કહ્યું કે રેપો રેટ 4 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા સ્થિર છે.
 • આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા હજી પણ નબળી છે. જો કે, વિદેશી વિનિમય ભંડારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ છે.
 • આરબીઆઈ ગવર્નરે કહ્યું કે રિટેલ ફુગાવાનો દર નિયંત્રણમાં છે.
 • આરબીઆઈના ગવર્નરના કહેવા પ્રમાણે, કોરોનામાં મંદી પછી દેશની અર્થવ્યવસ્થા હવે પાટા પર ફરી રહી છે.

છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે જુનનો રિટેલ ફુગાવો 6.09 ટકા રહ્યો હતો. જુલાઈના ફુગાવાની જાહેરાત 12 ઓગસ્ટના રોજ થનાર છે. ચોમાસાની સારી પ્રગતિ તથા પાકપાણીની હાલમાં સાનુકૂળ સ્થિતિને પણ એમપીસી નજરમાં રાખશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ઝડપથી બદલાઈ રહેલા બૃહદ્ આર્થિક વાતાવરણ વચ્ચે નાણાં નીતિ પર એકોમોડિટિવ વલણ ચાલુ રહેવાનો પણ મત વ્યકત કરાઈ રહ્યો છે. રેપો રેટ હાલમાં 4 ટકા છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામણના કહેવા પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) સાથે લોન મોરેટોરિયમ વધારવા માટે વાતચીત થઈ રહી છે. લોન મોરેટોરિયમની સુવિધા આગામી 31 ઓગષ્ટના રોજ સમાપ્ત થઈ જશે. જો કે 31મી ઓગષ્ટ બાદ પણ ગ્રાહકો માટે લોનની ચુકવણીમાં છૂટની અવધિ વધી શકે છે. પરંતુ બેંકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, જે 9.5 ટકા ખાતાધારકોએ અધિસ્થગનનો ફાયદો ઉઠાવ્યો હતો તેમાં બેંક દ્વારા ખાતાની તપાસ કરવામાં આવતા તેમાંથી 5.2 ટકા કોર્પોરેટ એકમો હતા જે સપ્ટેમ્બરથી ઋણ સેવા આપવાની સ્થિતિમાં હતા.ફક્ત એસબીઆઈ જ નહીં, પરંતુ એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ મોરેટોરિયમ આગળ ન વધારવું જોઈએ તેમ કહ્યું હતું.

MUST READ:

Related posts

રાજસ્થાન: આ તારીખથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે મેહરાનગઢ, કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા

Bansari

લોકસભામાં મજૂરો સાથે જોડાયેલા 3 બિલો થયા પાસ! હવે દરેક કર્મચારીને મળશે અપોઈન્ટમેન્ટ લેટર- ગ્રેજ્યુટી અને બીજી આ સુવિધા

Arohi

એરલાઈન્સની કેન્સલ ટિકીટોના રિફંડ ઉપર SC કડક, કાલ સુધીમાં સરકારને એફિડેવીટ કરવા કર્યો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!