GSTV
Finance Trending

અર્થતંત્રની સ્થિતિ અને આંકડા ઉપર નિર્ભર કરશે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણયઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ

દેશમાં રૂપિયા 2 હજારની નોટ પરત લેવાના નિર્ણય બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય અર્થતંત્રની સ્થિતિ અને આંકડા ઉપર નિર્ભર રહેશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, મે મહિનામાં રિટેલ ફૂગાવો એપ્રિલની સરખામણીમાં ઓછો રહેવાની ધારણા છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 18 મહિનાની નીચી સપાટી 4.70 ટકા પર આવી ગયો છે. જ્યારે એક વર્ષ અગાઉ એપ્રિલ 2022માં રિટેલ ફુગાવાનો દર 7.79 ટકા પર પહોંચી ગયો હતો.

બિઝનેસ ચેમ્બર CIIની વાર્ષિક સંમેલનને સંબોધિત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વ્યાજદરમાં વૃદ્ધિને અટકાવવાનું મારા હાથમાં નથી. આ અર્થતંત્રની સ્થિતિ પર નિર્ભર કરશે. મોંઘવારીનો દર ચોક્કસપણે નીચે આવ્યો છે, પરંતુ આ સમય લાપરવાહી દાખવવાનો નથી. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી 7 ટકાથી વધુ રહી શકે છે.

RBI ગવર્નરે કહ્યું કે મૂડીની તરલતાની સ્થિતિ અને સંપત્તિની ગુણવત્તા સુધારની સાથે સાથે ભારતીય બેંકિગ સિસ્ટમ વધુ મજબૂત બની છે. અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક પૂરતી રોકડની ખાતરી કરશે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે.

તેમણે કહ્યું કે, વ્યાજદરમાં વધારો કરવાને પગલે અમેરિકા અને સ્વિટઝર્લેન્ડમાં બેંકિગ સંકટ સામે ઉભરીને આવ્યું છે. ભવિષ્યની મોનિટરી પોલિસીની અનિશ્ચિતતાને કારણે નાણાકીય બજારમાં હજુ પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV