ગત 1 ફેબ્રુઆરીએ દેશના સામાન્ય બજેટમાં રાજકોષીય ખાધના અનુમાનને વધારી દીધો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે લેવાયેલા રાજકોષીય ખાધનો લક્ષ્ય વધારીને જીડીપી 3.8 ટકા કરી દીધો છે.વધતા રાજકોષીય ખાધની અસર એવી રીતે થશે, જેવી રીતે તમારી કમાણી કરતા ખર્ચ વધે છે. ખર્ચ વધવાની સ્થિતીમાં સરકારને દેવુ કરવુ પડશે. આ ઘટ પુરી કરવા માટે રિઝર્વ બેંક સામે મીટ મંડાઈ રહી છે.

જો કે, હવે આરબીઆઈએ મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં જોઈએ તો, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, વધતા જતાં રાજકોષીય ખાધને પુરી કરવા માટે કેન્દ્રીય બેંક પાસે નોટ છાપવાની કોઈ યોજના નથી.


જણાવી દઈએ કે, રાજકોષીય ખાધ આ વર્ષે 3.8 ટકા રહેવાની સંભાવના છે. જ્યારે ગત બજેટમાં તે 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવી હતી. આવું સતત ત્રીજી વાર થઈ રહ્યું છે, જ્યારે સરકાર રાજકોષીય ખાધે લક્ષ્યાંકને વટાવ્યો છે.ઉપરાંત ગવર્નર શક્તિકાંત દાસે સરકારને સલાહ આપી છે કે, કોરોના વાયરસથી બચવા માટે અને તેના આર્થિક પરિણામોથી નિપટવા માટે આકસ્મિક યોજવા તૈયાર રાખવી જોઈએ.

રિઝર્વ બેંકે કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસ શરૂ થવા અને દુનિયાના અલગ અલગ દેશો સુધી ફેલાવાના કારણે પર્યટન અને વેપાર પર પ્રભાવ પડશે. જેનુ શેર બજાર અને કાચા તેલના બજાર પર તેની અસર થશે.જણાવી દઈએ કે, આરબીઆઈએ મોંઘવારી અને રાજકોષીય ખાધના આંકડાને ધ્યાનમાં રાખી સતત બીજી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
READ ALSO
- રસીકરણ મહાભિયાન/ અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ ગઈ રસી, 447 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટ
- અર્ણબ ગોસ્વામી ફસાયો/ એક હજાર પાનાની વોટ્સએપ ચૈટ વાયરલ, અરુણ જેટલીના નિધનનો પણ જશ્ન મનાવતો
- રેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…
- અમદાવાદ/ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર માર્યો, માસ્ક નહીં પહેરવા બાબતે થઈ હતી બબાલ
- કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…