રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા કર છે જ્યારે ડીઝલ પર 54 ટકા ટેક્સ છે. પેટ્રોલના ભાવનો મોટો ભાગ કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય દ્વારા વસૂલવામાં આવતી વેટ છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 90 રૂપિયાથી વધુ વેચાઇ રહ્યું છે.
MPC minutes કાર્યક્રમમાં બોલતા શક્તિકાંત દાસે કહ્યું કે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (ખાદ્ય અને બળતણ સિવાય) 5..5 ટકા હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની અસર ભાવ વધારાને કારણે થઈ રહી છે. પરિવહન ખર્ચ વધ્યો છે, જેના કારણે તેની ગરમી દરેક ક્ષેત્રે પહોંચી રહી છે.
સરકારને પૈસા જોઈએ માટે કરી રહી છે વસૂલી

આ પહેલા રવિવારે પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને વધતી કિંમત પર કહ્યું હતું કે તેલના ઉત્પાદકો દેશના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે. આ કારણે તેલની આયાત કરવા વાળા દેશે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, તેમણે કહ્યું, કોરોનાના કારણે સરકારનું બજેટ ઘણું વધી ગયું છે. આર્થિક સુધારમાં તેજી લાવવા સરકારે રોકાણ વધારી દીધૂ છે. એ ઉપરાંત કેપિટલ સ્પેન્ડિંગને પણ 34% ટેક્સ વધાર્યો છે. ખર્ચ કરવા માટે સરકારને પૈસાની જરૂરત હોય છે અને એના માટે ટેક્સ કલેક્શન કરે છે. પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ વસુલે છે. રાજ્ય સરકાર પણ આ સમયે ખર્ચ વધારી રહી છે, જેના કારણે એનાથી પણ વધુ ટેક્સની જરૂરત હોય છે.
પેટ્રોલમાં 60% માત્ર ટેક્સ

આ પેહલા શનિવારે નિર્મલા સીતારમણે ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ હું પણ સંકટમાં છે. આ એક એવો મામલો છે જેનો જવાબ તમામ લોકો સાંભળવા માંગે છે છે કિંમત માં ઘટાડો કરવામાં આવે. આ મામલો કેન્દ્ર અને રાજ્ય બંનેથી જોડાયેલ છે, માટે સરકારે મળીને આ અંગે વિચારવું જોઈએ અને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. નાણામંત્રીએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશોએ કહ્યું કે ઉત્પાદનમાં હજુ ઘટાડો થવાનો છે એનાથી પેટરોની કિંમત પર દબાણ વધશે અને કિંમત તેજી આવશે. વર્તમાનમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો 60% અને ડિઝલની કિંમતમાં 54% ટેક્સ લાગેલા હોય છે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો ભાગ હોય છે.
Read Also
- બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો
- સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ
- યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો
- ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા
- કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો