GSTV
Gujarat Government Advertisement

RBIએ બેંક ગ્રાહકોને આપી મોટી રાહત! હવે 31 ડિસેમ્બર સુધી આસાનીથી કરી શકશો ટ્રાન્જેક્શન, KYC નિયમોમાં કર્યા ફેરફાર

rbi

Last Updated on May 5, 2021 by Bansari

ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ઇકોનોમીને વેગ આપવા હેલ્થ સેક્ટરને 50,000 કરોડ રૂપિયા ફંડ આપવાની જાહેરાત કરી છે. જ્યારે સામાન્ય નાગરિકોને પણ મોટી રાહત આપી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે આજે બુધવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફ્રન્સ કરી ફાઇનેન્શિયલ સુધાર માટે નાના ટેક્સપેયરના હિતમાં કેટલીક મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે KYC નિયમોને લઇને પણ કેટલીક જરૂરી વાતો કહી છે. RBIએ બેંક અકાઉન્ટ શરૂ કરાવવા માટે KYCના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. તેની સીધી અસર સામાન્ય ગ્રાહક પર થશે. ચાલો જાણીએ RBIએ શું કહ્યુ અને બેંક ગ્રાહકો પર તેની શું અસર થશે?

બેંક અકાઉન્ટ ખોલાવવા માટે KYCને મંજૂરી

આરબીઆઈ ગવર્નરે આજે તેમના સંબોધનમાં જણાવ્યું કે વર્તમાન સ્થિતિમાં KYCના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આરબીઆઈએ તેના ગ્રાહકોને KYC પાલનને સરળ બનાવવા માટે આજે નવા ઉપાયોની ઘોષણા કરી અને જણાવ્યું કે બેંક કોઇ પણ અકાઉન્ટમાંથી લેવડ-દેવડ પર KYC અપડેટ નહીં હોવાના કારણે 31 ડિસેમ્બર સુધી રોક નથી લગાવી શકે. એટલે કે બેંક આ વર્ષે 31 ડિસેમ્બર સુધી KYC અપડેટ નહીં થવાના કારણે કોઇ પણ અકાઉન્ટમાંથી લેવડ-દેવડ પર રોક નહીં લગાવી શકે.

ગ્રાહકો પર થશે આ અસર

આરબીઆઈના નવા નિયમ પછી હવે KYC માટે ફેસ-ટૂ-ફેસ મોડની જરૂર નહીં પડે. આધાર e-KYC દ્વારા પ્રમાણિત થઇ જશે. કેવાયસીના વિસ્તાર વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા (V-CIP) તરીકે થઇ શકશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે KYC ઓળખકર્તાઓને હવે V-CIP માટે કેન્દ્રીકૃત કેવાયસી રજિસ્ટ્રી (KKICR) દ્વારા ડિજીલોકરના માધ્યમથી જારી કરવામાં આવેલા આઇડી કાર્ડ સહિત ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવા પડશે. આ ફેરફારથી સામાન્ય લોકો સાથે પ્રોપરાઇટરશિપ ફર્મ, અધિકૃત સહીઓ અને કાનૂની સંસ્થાઓના માલિકોને લાભ થશે.

RBI

ગ્રાહકોને 10 મળશે વિકલ્પો

આરબીઆઈના ગવર્નરે પણ 10 વધુ ગ્રાહક-મૈત્રીપૂર્ણ વિકલ્પો રજૂ કરવાની જાહેરાત કરી, જેમાં કેવાયસી વિગતોને અપડેટ કરવા માટે ડિજિટલ ચેનલોનો ઉપયોગ સામેલ છે. જો કોઈ કેવાયસીને અપડેટ કરતું નથી અથવા મોડું થઈ રહ્યું છે, તો આરબીઆઈએ કહ્યું હતું કે તેમના વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવા જોઈએ નહીં. દાસે ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન તેમના કેવાયસીને અપડેટ કરવાની અપીલ કરી હતી. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે આવા બેંક ખાતા આધારકાર્ડના આધારે ખોલવામાં આવ્યા છે જેમાં ગ્રાહકો અને બેંક કર્મચારીઓ રૂબરૂ ન હતા, તેઓને અત્યાર સુધી મર્યાદિત કેવાયસી ખાતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. હવે આવા બધા ખાતા સંપૂર્ણ કેવાયસી સુસંગત કેટેગરીમાં આવશે.કેવાયસી માટે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો પણ માન્ય રહેશે ડીજિલોકર તરફથી જારી કરાયેલા ઓળખ દસ્તાવેજો પણ માન્ય ઓળખ કાર્ડ તરીકે ગણવામાં આવશે.

Read Also:

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!