GSTV

મોદી સરકાર માટે આવી ખુશખબરી, RBI ટૂંક સમયમાં સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે 57,128 કરોડ રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે, આરબીઆઈની આવક કેવી રીતે થાય છે. તે સરકારને શા માટે ડિવિડેંડ તરીકે પૈસા આપે છે. કદાચ તમને મનમાં સવાલ થતો હશે કે, આરબીઆઈની આવક સરકારના બોન્ડ સ્કીમ, ગોલ્ડ પર કરેલુ રોકાણ અને વિદેશી માર્કેટમાં ફોરેક્સ અને બોન્ડ ટ્રેડિંગ હશે. તેના દ્વારા મોટી કમાણી થાય છે. આરબીઆઈને પોતાની જરૂરિયાત પુરી થતાં તેને સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવાનું હોય છે.

સરકારને મળશે RBI પાસેથી ડિવિડેંડ

RBIના બોર્ડ પાસેથી 57,128 કરોડ રૂપિયા ડિવિડેંડને મંજૂરી આપી છે. RBIએ આજે બોર્ડ બેઠકમાં આ નિર્ણય લીધો છે. Contingency Risk Buffer 5.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો છે.

RBI શા માટે સરકારને પૈસા આપે છે

આરબીઆઈની સ્થાપના ઈ.સ. 1934માં થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 ચેપ્ટર 4 સેક્શન 47 મુજબ, આરબીઆી પોતાના ઓપરેશંસ દ્વારા કમાણી કરેલા નફામાંથી સરપ્લસ ફંડ કેન્દ્રને આપવો જરૂરી છે.

શું હોય છે ડિવિડેંડ-

અમુક કંપનીઓ પોતાને થતાં પ્રોફિટમાંથી સમય સમયે શેરહોલ્ડર્સનો અમુક હિસ્સો આપે છે. નફાનો આ હિસ્સો શેરહોલ્ડર્સના ડિવિડેંડના રૂપમાં આપે છે. આવી જ રીતે આરબીઆઈ પણ પોતાના નફાનો અમુક હિસ્સો સરકારને આપે છે.

આરબીઆઈ પાસે કેટલા રૂપિયા

રિઝર્વ બેંક પાસે 4 પ્રકારના ખાતા હોય છે. આરબીઆઈએ 2017-18ના આંકડા પ્રમાણે તેમની પાસે લગભગ 9લાખ 60 હજાર કરોડ રૂપિયા રિઝર્વ પડ્યા છે.

READ ALSO

Related posts

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, કેકેઆરને 49 રને હરાવ્યું

Pravin Makwana

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!