રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મંગળવારે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેન્કને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. આ દંડ છેતરપિંડી વિશેની માહિતી નહીં આપવા તથા અન્ય સૂચનાઓનું પાલન ન કરવાના લીધે લગાવવામાં આવ્યો છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે આ પેનલ્ટી આયતકારો દ્વારા વિદેશી ચલણ મોકલવા માટે કેટલાક નકલી બિલ એન્ટ્રી સબમિટ કરવા સંબંધીત છે. બેન્કિંગ વિનિમય અધિનિયમન , 1949ની કલમ 46(4)(i) અને સાથે જ કલમ 47 (એ) (સી) અંતર્ગત આરબીઆઈએ પોતાની સત્તાનો ઉપયોગ કરતા આ દંડ ફટકાર્યો હતો.

કેન્દ્રીય બેંકે પોતાની વેબસાઇટ પર લોકોને બેંકો દ્વારા થતી છેતરપિંડી અંગે ફરિયાદ કરવા માટે જણાવ્યું છે. આરબીઆઈ દ્વારા કેવાયસી, મની લોન્ડ્રિંગ વિરોધી નિયમન અને છેતરપિંડી અંગે માહિતી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એચડીએફસી બેંકને દંડ કર્યો છે.

જ્યારે એચડીએફસી બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંક દ્વારા પોતાની આંતરિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે કડક પગલા ભર્યા છે, જેથી આવી ઘટના ફરી ન ઘટે. RBIએ આ વર્ષે કોટક મહિન્દ્રા બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, એસબીઆઈ, કૉર્પોરેશન બેન્ક, અલાહબાદ બેન્ક સહિત 40થી વધુ બેન્કોને દંડ ફટકાર્યો છે. જોકે, આરબીઆઈએ કરેલી પેનલ્ટીની એચડીએફસી બેન્કોના શેર પર નકારાત્મક અસર પડી નથી.
READ ALSO
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર