GSTV
Home » News » આર્થિક વૃદ્ધિને વેગ આપવા RBIએ વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની જરૂર

આર્થિક વૃદ્ધિને વેગ આપવા RBIએ વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની જરૂર

રિઝર્વ બેન્કે અર્થતંત્રની હાલની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે જૂનની ધિરાણનીતિમાં મોટો રેટ-કટ કરવાની જરૂર છે. સ્ટેક બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ તેના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું કે, રિઝર્વ બેન્કે અગાઉની બે મોનેટરી પોલિસી વખતે ટૂંકા ગાળાના વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આરબીઆઇની આગામી ધિરાણનીતિની બેઠક જૂનના પ્રથમ સપ્તાહમાં 6 જૂનના રોજ યોજાવાની છે.જેમાં 0.25 ટકા કરતા વધારે વ્યાજદરમાં ઘટાડો કરવાની ભારે જરૂર છે.

એસબીઆઇ એ તેના રિસર્ચ રિપોર્ટ ‘ઇકોરેપ’માં પ્રશ્ન કર્યો છે કે, શું હાલના સમયે આપણે આર્થિક વૃદ્ધિદરમાં સામાન્ય નરમાઇનો સામનો કરી રહ્યાં છીએ? અગ્રણી બેન્ચમાર્ક ઇન્ડાઇસિસના ટ્રેન્ડને જોતાં આવા પ્રકારની નીરસતા સ્પષ્ટ દેખાય છે. તો ICICI બેન્ક દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે, મોનેટરી પોલિસી કમિટી (MPC)ની માટે રેટ-કટનો અવકાશ રહેલો છે. એટલેકે તેણે કહ્યું છે કે, આ બધુ ચોમાસાની સ્થિતિ ઉપર નિર્ભર રાખે છે.

આઇસીઆઇસીઆઇ બેન્કના રિસર્ચ ડિફ્યુઝન ઇન્ડેક્સ વિતેલા નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ઔદ્યોગિક કામગીરીમાં મંદી તરફી સંકેત આપે છે જ્યારે સર્વિસ સેક્ટરના ટ્રેન્ડમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે  તેની સાથે જ ધીમો પડી રહેલો વૈશ્વિક વેપાર અને ગ્રાહક વપરાશી વસ્તુઓના વધી રહેલા ભાવ ગ્રામિણ ક્ષેત્રના મંદ કામકાજને ધ્યાનમાં રાખતા ભવિષ્ય સારું દેખાઇ રહ્યું નથી. આ સંકેતોના આધારે અમારું માનવું છે કે વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસદર 6.2થી 6.5 ટકાની આસપાસ રહેવાની ધારણા છે અને ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ જીડીપી ગ્રોથ સાધારણ વધીને 6.5 ટકા રહી શકે છે.

READ ALSO



Related posts

ભારતમાં થતા રોકાણમાંથી 40% રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે : CM રૂપાણી

Mansi Patel

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!