GSTV
Home » News » ખુશખબર! RBIએ સતત બીજીવાર ઘટાડ્યા વ્યાજ દર, આટલી સસ્તી થઇ જશે તમારી EMI

ખુશખબર! RBIએ સતત બીજીવાર ઘટાડ્યા વ્યાજ દર, આટલી સસ્તી થઇ જશે તમારી EMI

આરબીઆઈએ  સમીક્ષા બેઠક બાદ રેપો રેટના દરમાં ઘટાડો કર્યો. 6.25 ટકાથી ઘટાડી રેપો રેડ 6 ટકા કરવામાં આવ્યો. જેથી લોનના ઈએમઆઈમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત આરબીઆઈને 2019-20માં જીડીપીનો દર  7.4 ટકાથી ઘટી 7.2 ટકા રહેવાની આશંકા છે.

RBI

 આ પહેલા આરબીઆઈએ ફેબ્રુઆરી માસમાં રેપો રેટના દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે ફરીવાર આરબીઆઈએ રેપોરેટના દરમાં ઘટાડો કરી લોન લેનારાને મોટી રાહત આપી છે.  આરબીઆઈ જથ્થાબંધ મોંઘવારીના આંકડાને ધ્યાનમાં રાખીને નવા વ્યાજદર નક્કી કરે છે.

આ લોનની ઇએમઆઇ પર પડશે અસર

જે લોનની ઇએમઆઇ પર અસર થશે તેમાં હોમ, કાર પર્સનલ, એજ્યુકેશન લોન પર અસર પડવાની સંભાવના છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ સમયે અર્થ વ્યવસ્થાની જે સ્થિતી છે તેમાં રેપો રેટમાં ઘટાડો થવો નિશ્વિત છે.

રિટેલ મોંઘવારી આરબીઆઈના લક્ષ્યથી ઓછી

ગત વખતે રેપો રેટમાં ઘટાડા બાદ પણ બેન્કરોએ આશા વ્યક્ત કરી હતી કે એપ્રિલની પોલિસીમાં પણ રેપો રેટમાં ઘટાડો શકાય છે કારણ કે રિટેલ મોંઘવારી દર સતત આરબીઆઈના લક્ષ્યથી ઓછો છે. એમપીસીએ અગાઉ આઉટલુક પણ સખ્તમાંથી બદલીને ન્યુટ્રલ કર્યો હતો.

છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફેબ્રુઆરી માસમાં મોંઘવારીના દરમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જે બાદ મોંઘવારીનો દર છેલ્લા ચાર માસમાં ઊચાઈ પર છે. જેના કારણે આરબીઆઈ પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ વધ્યુ છે.  આરબીઆઈની નવી નીતિના કારણે હોમ અને ઓટો લોન લેનારાને ફાયદો થવાનો છે. તેમના ઈએમઆઈ ઘટવાના છે.

Read Also

Related posts

ઉત્તર ગુજરાતની આ જાણીતી બ્રાંડ પર GST વિભાગના દરોડા

Mayur

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi

શારજહાંથી યમનના બંદરે જઈ રહેલા દ્રારકાના જહાજમાં ધડાકાભેર આગ લાગી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!