GSTV
Gujarat Government Advertisement

3 મહિના સુધી નહી ચુકવવી પડે EMI, RBIએ કરી આ 6 મોટી ઘોષણાઓ

RBI

Last Updated on May 22, 2020 by Bansari

RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. પહેલાં તો EMI મોરેટોરિયમ એટલે કે હવે લોનની EMI ઓગસ્ટ સુધી નહી ચુકવવાની છૂટ મળી ગઇ છે. ત્યાં બીજુ મોટુ એલાન રેપો રેટમાં 0.40 ટકાના ઘટાડાને લઇને થયું છે. આ નિર્ણયથી સામાન્ય લોકોની EMI ઓછી થઇ શકે છે. સાથે જ RBI એ રિવર્સ રેપો રેટ 3.75 ટકાથી ઘટાડીને 3.35 ટકા કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મોંઘવારીનો દર પણ 4 ટકાથી ઓછો રહેવાની સંભાવના છે. પરંતુ લોકડાઉનના કારણે ઘણી વસ્તુઓની કિંમત વધી શકે છે.

RBIના મોરટોરિયમ પર મોટો નિર્ણય ટર્મ લોન પર મોરટોરિયમની સુવિધાને 3 મહિના માટે વધારી દેવામાં આવી છે. બેન્કોમાંથી લોન લેનારાઓને મોટી રાહત મળશે. લોકડાઉન લંબાવાથી મોરોટોરિયમ અને અન્ય રાહત ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી રહી છે. હવે EMI આપવા પર રાહત 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી રહી છે. પહેલાં ત્રણ મહિના માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને ત્રણ મહિના માટે વધારવામા આવી રહી છે. પહેલાં ત્રણ મહિના માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. એટલે કે કુલ 6 મહિના માટે મોરેટોરિયમ પીરિયડની વ્યવસ્થા હશે. મોરેટોરિયમ પીરિયડના વ્યાજની ચુકવણી 31 માર્ચ 2021 સુધી કરવામાં આવી શકે છે.

વ્યાજ દરોમાં 0.40 ટકાનો ઘટાડો

RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરી દીધો છે. ગવર્નરે જણાવ્યું કે MPCની બેઠકમાં 6-5 સભ્યોએ વ્યાજ દરો ઘટાડવાના પક્ષમાં સહમતિ દર્શાવી. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર ઇએમઆઇ સસ્તી થશે. જણાવી દઇએ કે તેની પહેલાં માર્ચમાં પણ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ઉદ્યોગપતિઓ માટે મોટુ એલાન

સિડબીને રકમના ઉપયોગ માટે વધારાનો સમય મળશે. સિડબીને 15000 કરોડ રૂપિયાના ઉપયોગ માટે 90 દિવસનો વધારાનો સમય મળશે. એક્સપોર્ટ ક્રેડિટ સમય 12 મહિનાથી વધારીને 15 મહિના કરવામાં આવી રહ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, EXIM Bankને યુએસ ડોલર સ્વેપ માટે 90 દિવસ માટે 15000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.

જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડાની ચિંતાનું કારણ

તેમણે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહી શકે છે. જણાવી દઇએ કે દુનિયાની મોટી એજન્સી પણ આ વાતની ઘોષણા કરી ચુકી છે.

મોંઘવારી વધવાની આશંકા

લોકડાઉનના કારણે મોંઘવારી વધવાની આશંકા છે. અનાજનો પુરવઠો વધારવો જોઇએ. દેશમાં રવિ પાક સારો થયો છે. સારુ ચોમાસુ અને કૃષિથી ઘણી આશાઓ છે. માગ અને પુરવઠાનો ગુણોત્તર ગરબડ થવાથી દેશની અર્થવ્યવસ્થા થંભી ગઇ છે.  સરકારી પ્રયાસો અને રિઝર્વ બેન્ક તરફથી લેવામાં આવેલા પગલાની અસર પણ સપ્ટેમ્બર બાદ દેખાવાની શરૂ થશે.

દેશમાં ટોપ 6 રાજ્ય કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત

ગ્લોબલ ઇકોનોમી મંદીના દૌરમાંથી પસાર થઇ રહી છે. દેશમાં ટોપ 6 રાજ્ય કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થઇ છે. તેનો દેશની અર્થવ્યવસ્થામાં 60 ટકા હિસ્સો છે. આ રાજ્યોના મોટાભાગના વિસ્તારો રેડ અથવા તો ઓરેન્જ ઝોનમાં આવે છે. ખાનગી ક્ષેત્રના કંઝમ્પ્શનમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

rbi

કોરોના સંકટમાં પહેલાં પણ RBI કરી ચુકી છે મોટા એલાન

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ-19થી નાના અને મધ્યમ આકારના કોર્પોરેટને રોકડની ઘણી મુશ્કેલી થઇ, તેથી ટીએલટીઆરઓ 2.0નું એલાન કરવામાં આવી રહ્યું છે. 50 હજાર કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે.

સામાન્ય લોકોને મળી હતી EMI ન ચુકવવાની છૂટ

27 માર્ચે ભારતીય રિઝર્વ બેન્કે કોરોનાના કારણે સામાન્ય લોકોને ત્રણ મહિના સુધી EMI ન ચુકવવાની છૂટ હતી. ટર્મ લોનની EMI વસૂલી ત્રણ મહિના સુધી ટાળવાની બેન્કો અને નાણાકીય સંસ્થાઓને પરવાનગી આપી.

કોરોનાના કારણે મૌદ્રિક નીતિ સમીક્ષા સમય પહેલાં રજૂ કરતાં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આ ઘોષણા કરી હતી કે બેન્કોને તે પરવાનગી આપવામાં આવી રહી છે કે તે ટર્મ લોનના મામલે ગ્રાહકોની ઇએમઆઇ વસૂલી ત્રણ મહિના માટે ટાળી દે. આ લેન વાપસી ન હોવાથી બેન્કોને એનપીએ ખાતામાં ન રાખવાની છૂટ આપવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ 12 મેએ કોરોનાથી પ્રભાવિત દેશવાસીઓ અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજનું એલાન કર્યુ હતુ. તે બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક એલાન કર્યા હતા, જેમાં એમએસએમઇને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!