GSTV

બેંકો પણ કંઈ કમ નથી/ અલગ અલગ બેંકોએ RBIને લગાવ્યો ચૂનો, 1 કરોડથી વધુ નકલી નોટો જમા કરાવી

વર્ષ 2016માં લગાવેલી નોટબંધી બાદ અલગ અલગ બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ચૂનો લગાવ્યો છે. લખનઉ મહાનગરની આરબીઆઈની કરન્સી ચેસ્ટમાં અલગ અલગ બેંકમાં આવેલી લગભગ એક કરોડની નકલી નોટો જમા કરાવી છે. અલગ અલગ બેંકોએ 2017-18માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરાવી હેરાફેરી કરી છે. આરબીઆઈની કરન્સી ચેસ્ટમાં 500 રૂપિયાની 9753 નોટ અને 1000 રૂપિયાની 5783 નકલી નોટો આવી છે. આ મામલે આરબીઆી તરફથી પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

500 અને 1000 રૂપિયાની જૂની નોટો એ પણ નકલી

સહાયક પ્રબંધક રંજના મરાવીના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2017થી માર્ચ 2018ની વચ્ચે કરન્સી ચેસ્ટમાં 15436 નોટ નકલી આવી છે. તપાસ દરમિયાન 500ની 9753 અને એક હજારની 5783 નોટ જમા કરાવી છે. જમા થયેલી આ નોટ એક કરોડ 5 લાખ રૂપિયા થાય છે. આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સાથે જ પોલીસે આ નકલી નોટોને ફોરેન્સિંક તપાસ માટે પણ મોકલી આપી છે.

નોટબંધી બાદ ચલણમાંથી નિકળી ગઈ છે આ નોટો

અહીં ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ ચલણમાંથી 500 અને 1000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કરાવવામાં આવતી હતી. જે બાદ જૂની નોટોને તમામ બેંકોએ આરબીઆઈમાં જમા કરાવી હતી. જણાવી દઈએ કે, નોટબંધી કરવા પાછળનો મોટો હેતુ એ હતો કે, દેશમાં નકલી નોટોનો સફાયો થાય. પણ બેંકોએ જ નકલી નોટો આરબીઆઈને પધરાવી દીધી.

READ ALSO

Related posts

બલ્લભગઢ લવ જેહાદ સામે કંગનાનો ગુસ્સો, બોલી-‘જેહાદીઓને ફાંસી આપો’

Bansari

સિંહની પજવણી કરતો વધુ એક વીડિયો થયો વાયરલ, સિંહની પાછળ જીપ દોડાવતા તારની વાડમાં ફસાયો વનરાજ

Pravin Makwana

સી પ્લેનના પ્રોજેક્ટને સફળ કરવામાં 3 વર્ષ પહેલા શરૂ કરેલી રિવફ્રન્ટ પરની આ રાઈડ બંધ થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!