GSTV
Uncategorized

આ એક મેસેજ વાયરલ થતા RBIએ લોકોને સમજાવવા કરવો પડ્યો ખુલાસો, વાત એમ હતી કે….

સોશિયલ મીડિયામાં વહેતી થયેલી અફવા મુદ્દે છેવટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સ્પષ્ટીકરણ આપવાની ફરજ પડી છે. સોશિયલ મીડિયામાં જાહેર ક્ષેત્રની નવ બેન્કો બંધ થઇ રહી હોવાની અફવા ફેલાઇ હતી. જેનું ખંડન કરતા RBIએ કહ્યું કે, કોઇ પણ કોમર્શિયલ બેન્ક બંધ થઇ રહી નથી. નાણાં સચિવ રાજીવ કુમારે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજને ‘મજાક’ ગણાવ્યું અને કહ્યું કે, સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોમાં મૂડી ઠાલવીને તેમને આર્થિક રીતે સુદ્રઢ બનાવવાની તૈયારીમાં છે.

નોંધનિય છે કે, RBI એ ગઇકાલ મંગળવારે પંજાબ મહારાષ્ટ્ર કોર્પોરેશન બેન્ક ઉપર છ મહિના સુધી કામગીરી કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો અને ખાતાધારકોમાં મહિને માત્ર 1 હજાર જ ઉપાડી શકશે તેવા આદેશ બાદ બેન્કો બંધ થવાની અફવા ફેલાઇ છે.  મધ્યસ્થ બેન્કે કહ્યું કે, કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ વહેતા થયા કે RBI કેટલીક કોમર્શિયલ બેન્કોને બંધ કરી રહી છે. આ મેસેજ તદ્દન ખોટા અને આધાર વિહોણા છે.

ઉલ્લેખનિય છે કે, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મેસેજ વહેતા કરાયા છે કે RBIએ નવ બેન્કોને બંધ કરશે અને લોકોને તેમની જે-તે બેન્કમાં રૂપિયા ઉપાડવા વિનંતી કરી છે. 

રાજીવ કુમારે ટ્વીટમાં કહ્યું કે, કોઇ પણ જાહેર ક્ષેત્રની બેન્કોને બંધ કરવાનો સવાલ જ નથી. ઉલટાનું સરકાર બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ્સ અને નવી મૂડી ઠાલવીને જાહેર ક્ષેત્રની બેન્કોને વધુ મજબૂત બનાવી રહી છે જેથી તે ગ્રાહકોને સારી સેવા આપી શકે. જે બેન્કો બંધ થવાની અફવા ફેલાઇ છે તેમાં કોર્પોરેશન બેન્ક, યુકો બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આંધ્ર બેન્ક, ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, દેના બેન્ક અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા સામેલ છે. 

નોંધનિય છે કે કેન્દ્ર સરકારે ગત મહિને જ જાહેર ક્ષેત્રની 10 બેન્કોનું મર્જર કરી તેમને 4 બેન્કમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્કને પંજાબ નેશનલ બેન્ક (PNB)માં મર્જ કરવામાં આવશે. તો સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં વિલિનીકરણ કરાશે.

તેવી જ રીતે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્કમાં મર્જર થશે. જ્યારે અલ્હાબાદ બેન્કને ઇન્ડિયન બેન્કમાં મર્જ કરવામાં આવશે. સરકારે દેના બેન્ક અને વિજ્યા બેન્કનું પહેલાંથી બેન્ક ઓફ બરોડામાં વિલિનીકરણ કરી ચૂકી છે.

Read Also

Related posts

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

કયું શાક છે જે ખાવામાં તો વપરાય છે સાથે બલિ પણ ચઢાવવામાં આવે છે ?

Padma Patel

ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે,એ આ કોંગ્રેસવાળાને ખટકે છે! પીએમ મોદીના આકરા પ્રહાર

pratikshah
GSTV