GSTV
Home » News » ATMમાંથી રૂપિયા ઉપાડતાં પહેલાં વાંચી લેજો, બદલાઇ ગયાં છે ફ્રી ટ્રાન્જેક્શનના નિયમો

ATMમાંથી રૂપિયા ઉપાડતાં પહેલાં વાંચી લેજો, બદલાઇ ગયાં છે ફ્રી ટ્રાન્જેક્શનના નિયમો

thing to check in atm

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એટીએમ ગ્રાહકોને મોટી રાહત આપી છે. RBIએ બેન્કોને સર્ક્યુલર જારી કરી રહી છે કે ATMના ઉપયોગ દરમિયાન ફેલ ટ્રાન્જેક્શન એક મોટી સમસ્યા છે અને બેન્ક તેને ફ્રી ટ્રાન્જેક્શન તરીકે કાઉન્ટ ન કરે.

હકીકતમાં ગ્રાહકોને ફરિયાદ આવતી રહે છે કે બેન્ક ફેલ ટ્રાન્જેક્શનને પણ ફ્રી ટ્રાન્જેક્શન તરીકે ગણી લે છે તેનાથી ગ્રાહકોને દર મહિને મળતા 5 ફ્રી ટ્રાન્જેક્શનમાં કપાત થઇ જાય છે. બેન્ક અત્યાર સુધી ફેલ ટ્રાન્જેક્શનને પણ ફ્રી ટ્રાન્જેક્શન માનીને મહિનામાં મળતા 5 ફ્રી ટ્રાન્જેક્શનમા માઇનસ કરી દેતી હતી, જેનાથી ગ્રાહકના ફ્રી ટ્રાન્જેક્શન ઘટી જતાં હતા.

તેવામાં હવે RBIએ બેન્કોને આદેશ આપ્યાં છે કે એટીએમ પર થતાં ફેલ ટ્રાન્જેક્શન અથવા બેલેન્સ ચેક અથવા ચેકબુક અપ્લાય જેવા નૉન કેશ ટ્રાન્જેક્શનને ગ્રાહકોને દર મહિને મળતાં 5 ફ્રી ટ્રાન્જેક્શનમાં ગણવામાં ન આવે. જણાવી દઇએ કે આરબીઆઇના નિયમ અનુસાર એટીએમ ગ્રાહકોને દર મહિને 5 ટ્રાન્જેક્શન માટે ચાર્જીસ આપવા પડતાં નથી પરંતુ તેનાથી વધુ ટ્રાન્જેક્શન થાય તો બેન્ક ચાર્જીસ વસૂલે છે.

RBIએ તે સ્પષ્ટતા પણ કરી છે કે નૉન કેશ ટ્રાન્જેક્શન જેવા કે બેલેન્સ ચેક, ફંડ ટ્રાન્સફરને પણ એટીએમ ટ્રાન્જેક્શન નહી માનવામા આવે. એટલે કે આરબીઆઇના આ પગલા બાદ એટીએમ ગ્રાહકોને મોટી રાહત મળશે. મોટાભાગે લોકો ફરિયાદ કરતાં હોય છે કે ટ્રાન્જેક્શન ફેલ થવા છતાં બેન્ક ફ્રી ટ્રાન્જેક્શન કાઉન્ટ કરી લે છે અને આ જ કારણે પછીથી એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે તો બેન્ક ચાર્જીસ વસૂલે છે.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!