GSTV

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

ઑનલાઇન બેન્કિંગ સિસ્ટમ આવ્યા બાદ ચેક બુકની જરૂરિયાત આમ તો ઓછી થઇ ગઇ છે. કારણ કે ચેકનો ઉપયોગ ધીમે-ધીમે ઘટી રહ્યો છે. ચેક ક્લિયરન્સની પ્રોસેસને સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક એક નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઇએ ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ (CTS) દેશભરમાં લાગુ કરવાની ઘોષણા કરી છે. આરબીઆઇએ કહ્યું કે સીટીએસથી ઘણો ફાયદો થયો છે. તેના પગલે સપ્ટેમ્બર 2020 સુધી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

શું છે CTS સિસ્ટમ

સીટીએસ અંતર્ગત તમારા ચેકને ક્લિયર થવા માટે એક બેન્કથી બીજી બેન્ક નહી જવું પડે. તેનાથી સમયની બચત થશે અને ચેક એક દિવસમાં જ ક્લિયર થઇ જાય છે. હાલની વ્યવસ્થા અનુસાર ચેકને ક્લિયર થવામાં 2થી 3 દિવસનો સમય લાગે છે. સીટીએસની શરૂઆત 2010માં થઇ હતી.

આ રીતે કામ કરે છે સીટીએસ

તેના અંતર્ગત ચેકને ક્લિયર કરવા માટે એક બેન્કમાંથી બીજી બેન્કમાં નથી લઇ જવો પડતો પરંતુ તેની ઇલેક્ટ્રોનિક ઇમેજ મોકલવામાં આવે છે. જેનાથી કામ જલ્દી અને સરળ થઇ જાય છે. આ સાથે જ અન્ય જરૂરી જાણકારી જેવી કે એમઆઇસીઆર બેન્ક વગેરે મોકલવામાં આવે છે. તેના માધ્યમથી સમય પણ બચે છે. જેના કારણે આ પ્રક્રિયા 24 કલાકમાં પૂરી થઇ જાય છે. જે ગ્રાહકો પાસો સીટીએસ સ્ટાન્ડર્ડ વાળા ચેક નથી, તેમણે પોતાના ચેક બદલવા પડશે. આ મિલ્ટી સિટી ચેક છે.

  • નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમથી થતા ફાયદા
  • સીટીએસ ચેકની ક્લિયરિંગ 24 કલાકમાં થઇ જાય છે.
  • આવા ચેકનો બોગસ ઉપયોગ ન કરી શકાય.
  • દેશમાં કોઇપણ સ્થળે કોઇપણ બેન્કમાં ક્લિયરિંગની સુવિધા.
  • પેપર ક્લિયરિંગને લઇને થતા રિસ્કથી પણ છૂટકારો.
  • બેન્ક અને ગ્રાહકો બંનેને અનુકૂળતા.
  • ફ્રોડ થવાની સંભાવના ઘટશે

ચેક ક્લિયરિંગમાં લાગતા સમયને ઘટાડવા અને તેનાથી થતા ફ્રોડને ઘટાડવા માટે સીટીએસ લાવવામાં આવ્યુ. સીટીએસ દ્વારા વેરિફિકેશન ઘણું સરળ અને ફાસ્ટ થાય છે. જેના કારણે ફ્રોડની સંભાવના ઘટી જાય છે. સીટીએસથી પહેલાં ચેક ક્લિયર થવામાં ઘણો સમય લાગતો હતો. જેના કારણે ફક્ત ગ્રાહકોને જ નહી પરંતુ બેન્કોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

Read Also

Related posts

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva

કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે આપશે રક્ષણ

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!