GSTV

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

ચેક

જો તમે બેંક ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની લેવડદેવડ કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ચેક ફ્રોડની ઘટનાઓને ઘટાડવા માટે હાઈ વેલ્યૂ ચેક ક્લિયરિંગ(High value cheque clearing) ના નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIએ ચેક પેમેન્ટમાં ગ્રાહકોની સુરક્ષા વધારવાના હેતુથી આ નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર રૂપિયા 50,000 કે તેથી વધુના તમામ ચેક માટે પોઝિટિવ પે (Positive Pay) સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Positive Pay સિસ્ટમ હેઠળ, ચેક આપતી વખતે ગ્રાહકો પાસેથી સંપૂર્ણ માહિતી માંગવામાં આવશે. જ્યારે, ચુકવણી કરતા પહેલા, બેન્કો ગ્રાહકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તપાસ કરશે અને તે પછી જ પૈસા ચૂકવવામાં આવશે. આ ચેક ફ્રોડને રોકવામાં મદદ કરશે. આ સિસ્ટમ દેશભરમાં જારી કરવામાં આવેલા કુલ ચેકના 20% વોલ્યૂમને કવર કરશે અને 80% ટ્રાન્ઝેક્શન મૂલ્યના આધારે ચેક દ્વારા આવરી લેવામાં આવશે. આરબીઆઇએ કહ્યું કે આ હેતુ માટે ટૂંક સમયમાં ઓપરેશનલ ગાઇડલાઇન્સ (Guidelines) જારી કરવામાં આવશે.

નવી સિસ્ટમ આ રીતે કાર્ય કરશે?

પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay system) હેઠળ, એકાઉન્ટ ધારક દ્વારા જારી કરાયેલ ચેકની વિગતો જેમ કે ચેક નંબર, ચેક તારીખ, ચુકવણી કરનાર(Payee)નું નામ, એકાઉન્ટ નંબર, રકમ, વગેરે સાથે ચેકની સામે અને રિવર્સ સાઈડનો ફોટો શેર કરવાનો રહેશે. જ્યારે લાભકર્તા ચેક ને ઇનકેશ કરવા માટે જમા કરે છે, ત્યારે બેંક Positive Pay system  દ્વારા પૂરી પાડવામાં આવેલ ચેક વિગતોની તપાસ કરશે. જો વિગતો મેચ થાય તો જ ચેક ક્લીયર થશે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!