બેઝિક સેવિંગ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે ખુશખબર છે. ભારતીય રિઝર્વ બેન્કે આ એકાઉન્ટ માટે નિયમોમાં કેટલીક છૂટ આપી છે. જેથી આ ખાતાધારકોને ચેક બુક અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે બેન્ક આ સુવિધાઓ માટે ખાતા ધારકોને કોઇ લઘુત્તમ રાશિ રાખવા માટે નહી કહી શકે.

પ્રાથમિક બચત બેન્ક જમા ખાતાનો હેતુ એવા ખાતાઓ સાથે છે જેને શૂન્ય રાશિથી ખોલી શકાય છે. તેમાં કોઇ લઘુત્તમ રાશિ રાખવાની જરૂરિયાત નહી પડે. અગાઉ નિયમિત બચત ખાતા જેવા ખાતાઓને જ વધારાની સુવિધાઓ મળતી હતી. તેથી આ ખાતાઓમાં લઘુત્તમ રાશિ રાખવાની જરૂરિયાત હોય છે અને અન્ય ચાર્જીસ પણ આપવાના હોય છે.
હવે ફ્રીમાં મળશે આ સુવિધાઓ
નાણાકીય સમાવેશી અભિયાન અંતર્ગત આરબીઆઇએ બેન્કોને બચત ખાતાના રૂપમાં બીએસબીડી ખાતાની સુવિધા આપવા કહ્યું. તેમાં કોઇ ચાર્જીસ વિના કેટલીક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્ક લઘુત્તમ સુવિધાઓ ઉપરાંત ચેક બુક જારી કરવા સહિત વધારાની વેલ્યૂ એડેડ સર્વિસ આપવા માટે સ્વતંત્ર છે.

વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી આ ખાતાઓ સબસિડી વિનાના ખાતા નહી બની જાય. કેન્દ્રીય બેન્કે તે પણ સ્પષ્ટતા કરી છે કે વધારાની સેવાઓની રજૂઆતને લઇને બેન્કે ગ્રાહકોને મિનિમમ બેલેન્સ રાખવા ન કહેવું જોઇએ. તેમને કેટલીક સુવિધાઓ ફ્રીમાં મળે છે.
એટીએમમાંથી આટલી વખત ફ્રીમાં ઉપાડી શકશો પૈસા

બીએસબીડી ખાતા નિયમો અંતર્ગત ખાતાધારકોએ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરિયાત નથી અને તેમને કેટલીક સેવાઓ ફ્રીમાં મળે છે. આ સુવિધાઓમાં એટીએમમાંથી એક મહિનામાં ચાર વાર પૈસા ઉપાડવા, બેન્ક શાખામાં જમા તથા એટીએમ કાર્ડનો સમાવેશ થાય છે. આ ખાતામાંથી એક મહિનામાં જમા રાશિની સંખ્યા અને મૂલ્યની કોઇ મર્યાદા નથી.
Read Also
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?