GSTV

HDFCના ગ્રાહકો માટે મોટા સમાચાર! RBIએ બેન્કની ડિજિટલ સર્વિસ પર લગાવી રોક, જાણો ક્યાં સુધી યુઝ નહી કરી શકો

hdfc

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી ખાનગી ક્ષેત્રની બેન્ક HDFCને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેન્કે HDFC બેન્ક પર કેટલીક પાબંદીઓ લગાવતા બેન્કની તમામ ડિજિટલ સર્વિસને રોકી દીધી છે. આરબીઆઇ તરફથી લગાવવામાં આવેલી રોકમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જો કે આરબીઆઇ તરફથી લગાવવામાં આવેલી આ રોક સ્થાયી નથી. સાથે જ ગત બે વર્ષોની અંદર આ ત્રીજી વાર બન્યુ છે જ્યારે HDFC બેન્ક પર કોઇ પ્રકારની પાબંદી લગાવવામાં આવી છે.

આ રોક વિશે જાણકારી આપતા HDFC બેન્કે જણાવ્યું છે કે બેન્કની ડિજિટલ સર્વિસને આરબીઆઇએ અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો છે. તેમાં નવુ ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. સાથે જ આરબીઆઇએ કહ્યું છે કે પ્રાઇવેટ બેન્કને બોર્ડની ખામીઓ દૂર કરતાં જવાબદારી નક્કી કરવી જોઇએ.

એચડીએફસી બેન્ક દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે અમારા તમામ ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે ચિંતાનું કોઈ કારણ નથી. આપ કોઈપણ ચિંતા વગર બેન્ક સાથે લેવડદેવડ ચાલુ રાખી શકો છો

સાથે જ બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેન્ક દ્વારા ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ જવાની બે ઘટનાઓ સામે આવી હતી જેમાં એક નવેમ્બર 2018માં અને બીજી ડિસેમ્બર 2019માં સામે આવી હતી. ત્યારબાદ નિષ્ણાતોની મદદ લઈને આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમને સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનો લાગુ કર્યા છે. સાથે જ બેંકે જણાવ્યું છે કે દુર્ભાગ્યવશ 21 નવેમ્બર 2020ના રોજ પણ આવી ઘટના સામે આવી. અમારા પ્રાયમરી ડેટા સેન્ટરમાં વીજપ્રવાહ ખોરવાઈ જતા આમ થયું હતું. આ ક્ષેત્રને પણ મજબૂત બનાવવા બેન્ક કામ કરી રહી છે.

પ્રોસેસિંગ, નેક્સ્ટ જનરેશન મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગ, એપીઆઈ આધારિત અત્યાધુનિક બેન્કિંગ વગેરેના માધ્યમથી ફ્રન્ટ એન્ડ ડિજિટલ એક્સપિરિયન્સ અને ડિજિટલ ઓરીજીનેશન સુધારવા માટે અમારી ડિજિટલ સ્ટ્રેટેજી તૈયાર થઇ ગઈ છે જે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેન્કે HDFC બેન્કને સલાહ આપી છે કે તે પોતાના ડિજિટલ 2.0 પહેલ અંતર્ગત કોઇ પણ તાજા ગતિવિધી રોકી દે. સાથે જ નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સોર્સિંગ કરવાનું બંધ કરી દે. હકીકતમાં ગત બે વર્ષોથી પોતાની ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યુટિલિટી સેવાઓમાં બેન્કે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ડિજિટલ સર્વિસ પર રોક

જણાવી દઇએ કે HDFC બેન્કની ડિજિટલ સર્વિસમાં સતત ગ્રાહકોને અડચણના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેનુ આરબીઆઇએ પણ બેન્કને કારણ પૂછ્યુ હતુ. હકીકતમાં HDFC બેન્કના ડેટા સેન્ટરમાં ગરબડના કારણે યુપીઆઇ પેમેન્ટ, એટીએમ સર્વિસીઝ અને કાર્ડથી થતી પેમેન્ટ બંધ થઇ ગઇ હતી. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

hdfc

આરબીઆઇએ ગણાવ્યો ગંભીર મામલો

જણાવી દઇએ કે HDFC બેન્કની ડિજિટલ સર્વસીઝમાં ગત બે વર્ષમાં ત્રણ વાર આ પ્રકારની ગરબડનો સામનો કરવો પડ્યો છે. સાથે જ આરબીઆઇએ કહ્યું હતું કે તેના ડેટા સેન્ટરમાં જો ગરબડ આવી છે તો તેનું કારણ જણાવવામાં આવે. જેના જવાબમાં HDFC બેન્કે કહ્યું હતું કે ગત બે વર્ષ દરમિયાન સિસ્ટમ અને પ્રોસેસમાં પૂરતો સુધાર કર્યો છે. જો કે આરબીઆઇએ કહ્યું હતું કે બેન્કના દાવા છતાં સમસ્યાઓ આવી રહી છે જે ગંભીર મામલો છે.

Read Also

Related posts

વિદેશથી આવતા સમયે કેટલું સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, આટલી છે તેની મર્યાદા…

Ali Asgar Devjani

ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા/ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી કરોડોની કમાણી કરતો, 8 રાજ્યોની પોલીસ શોધતી હતી

Pravin Makwana

Hiring 2021: બેરોજગાર લોકો માટે ખુશખબર, આ સેક્ટર્સમાં આવવાની છે નોકરીની ભરમાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!