નહી માનો બેન્કની વાત તો 31 ડિસેમ્બરથી બેકાર થઇ જશે તમારુ ATM કાર્ડ

ગત ઘણાં દિવસોથી પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કો સતત પોતાના ગ્રાહકોને મેસેજ કરી રહી છે. આ મેસેજમાં ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં તમારુ ક્રેડટિ અને ડેબિટ કાર્ડ બંધ થઇ જશે. આ સાથે જ બેન્કો દ્વારા ગ્રાહકોને નવુ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરાવાની અપીલ કરવામાં આવી છે. જો તમે આ મેસેજને ઇગ્નોર કર્યો હોય તો તમારે 1 જાન્યુઆરીથી તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

બેંકોના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમના જૂના કાર્ડ બદલી નહિ નાંખે તો તે બ્લોક થઇ જવાની શકયતા છે. હાલમાં સ્ટેટ બેંક સહિતની તમામ બેંકોએ એટીએમ કાર્ડ હોલ્ડરોને ડેબિટ કાર્ડ હવે સિકયોરિટી અપગ્રેડ કરીને ચીપ કાર્ડ સાથેના મોકલ્યા છે. બેંકોએ તેમના ખાતેદારોને આ સંદર્ભમાં સંદેશાઓ પણ મોકલવાનું શરૂ કર્યું છે. જો ડેબિટ કાર્ડ ધારક નવા અદ્યતન સિકયોરિટી ફીચર વાળા કાર્ડનો ઉપયોગ શરૂ ન કરે તો તેમના જુના કાર્ડ ૩૧મી ડિસેમ્બરે બ્લોક કરી દેવામાં આવશે.

બેંકો ફ્રીમાં આપી રહી છે કાર્ડ

બેંકના મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ હોલ્ડરો માટે મહત્વની નોટિસ બેંકે આપીને જણાવ્યું છે કે, ડેબિટ કાર્ડમાં મેગસ્ટ્રિપને બદલે હવે ઇએમવી ચીપ કાર્ડ મોકલ્યા છે. જે આરબીઆઇની ડેબિટ કાર્ડની સિકયુરિટી વધુ મજબૂત કરવાની સૂચનાના અમલના ભાગરૂપે છે. જે ખાતેદારોને નવા ઇએમવી ચીપ કાર્ડ ન મળ્યા હોય તેઓ વિનામૂલ્યે એસબીઆઇ ઓનલાઇનમાં અરજી કરીને મેળવી શકે છે અથવા તેમની શાખાનો સંપર્ક કરીને મેળવી શકે છે.

બેન્કે જે કાર્ડ લોકોને આપ્યા છે તે મોટાભાગે મેગનેટિક સ્ટ્રાઇપ

બેન્કોના તરફથી જે મેસેજ ગ્રાહકોને મોકલવામાં આવે છે તેના મુજબ તેમને આ વર્ષે 31 ડિસેમ્બરે પહેલા પોતાનું કાર્ડ બદલવું પડશે. કારણ કે, બેન્કે જે કાર્ડ લોકોને આપ્યા છે તે મોટાભાગે મેગનેટિક સ્ટ્રાઇપ ધરાવે છે. આવા કાર્ડની ક્લોનિંગ થઇ હોવાની મોટાભાગની ફરિયાદો બેન્કમાં આવે છે. તેથી હવે બેંક ઇએમવી (યુરોપે, માસ્ટરકાર્ડ, વીસા) ચિપ કાર્ડ જાન્યુઆરી 2016થી આપી રહી છે. રિઝર્વ બેન્કે પોતાના આદેશમાં તમામ બેન્કોને કાર્ડ બદલવા માટે કોઈ પણ જાતનો ચાર્જ ન લેવાનું કહ્યું છે. ઇએમવી કાર્ડમાં ક્લોનિંગનું જોખમ નથી. આ કાર્ડમાં ડેટા એન્ક્રિપ્શન ખૂબ જ મજબૂત છે અને સ્ટોરેજ ક્ષમતા પણ પહેલાથી વધુ સારી છે.

વર્ષ 2018ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે

એસબીઆઇ અનુસાર, જૂના કાર્ડના બદલે ગ્રાહકોને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ લેવા પડશે. તેના માટે વર્ષ 2018ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહક ડેડલાઇન પહેલા આ કાર્ય નહીં કરે તો ત્યારબાદ તેઓ એટીએમથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. કારણ કે આ એટીએમ મશીન જૂના કાર્ડનો સ્વીકાર કરશે નહીં. એસબીઆઈએ એ પણ જણાવ્યું છે કે ATM કાર્ડની કન્વર્ઝન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો શુલ્ક લેવામાં આવશે નહીં અને તે મફ્તમાં કરી શકાશે. એસબીઆઇનું તાજેતરમાં 6 અન્ય બેન્કો સાથે મર્જર થયું છે અને બેન્કના ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેવામાં આ પગલાની અસર, કરોડો બેન્કોના ગ્રાહકો પર પડશે.

ચીપવાળા કાર્ડથી પેમેન્ટ ડેટા સલામત

નવા ડેબિટ કાર્ડની આગળની બાજુમાં જ મધ્યથી ડાબે તરફ ચીપ લગાવાયેલી છે. જેમાં માઇક્રોપ્રોસેસર ચીપ હોય છે. મેગસ્ટ્રિપ પ્રકારના કાર્ડની તુલનાએ આ ટેકનોલોજી વધુ સલામત છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડેબિટ કાર્ડ સંબંધિત ફ્રોડને અટકાવવા તથા કાર્ડ હોલ્ડરોના સંવેદનશીલ પેમેન્ટ ડેટાનું રક્ષણ કરે છે. ચીપવાળા કાર્ડથી પેમેન્ટ ડેટા સલામત છે. ઇએમવી કાર્ડમાં પોઇન્ટ ઓફ સેલ ખાતે કાર્ડના ઉપયોગ વખતે પણ પીન વગર ઉપયોગ કરી નહિ શકાય. ઇએમવી ચીપ આધારીત કાર્ડ ફ્રોડ અટકાવવા માટે વધુ અસરકારક છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter