GSTV

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. આ અંગે બોલતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટનો 4%નો દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈનું આકલન

  • નાણાંકીય વર્ષ ૨૦૨૧ના સેકન્ડ હાફમાં માંઘવારી ઘટવાની સંભાવના
  • કોવિડ-૧૯ના વધતા કેસને કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃતિઓ હજુ પણ નબળી
  • આર્થિક પ્રવૃતિઓમાં સુધારો થયો પરંતુ સંક્રમણને કારણે લોકડાઉન લાગતા તેમાં બ્રેક લાગી
  • તમામ સેગ્મેન્ટમાં ફુગાવો સ્પષ્ટ દેખાય છે
  • એપ્રિલ ૨૦૨૦થી ચાલુ નાણાકીય વર્ષના પહેલાં ભાગમાં આર્થિક વિકાસ ઘટશે
  • ખાદ્ય ફુગાવો વધવાની સંભાવના
  • નાબાર્ડ અને નેશનલ હાઉસિંગ બેંકને ૧૦ હજાર કરોડ રૂપિયાની વિશેષ વધારાની લિિGવડિટી સુવિધા
  • તાજેતરના ઘટાડાથી અર્થતંત્રને ટેકો મળ્યો
  • શરતોમાં રાહતને લીધે ઘટાડો વધુ ફાયદાકારક હતો
  • પર્યાપ્ત લિક્વિડીટીથી મ્યુચ્યુઅલ ફંડને ફાયદો થયો
  • ૧લી માર્ચથી તણાવમાં રહેલા એમએસએમઈને પૂનર્ગઠન યોજનાનો લાભ મળશે
  • કેટલીક લોનના પૂર્નગઠન માટે ખાસ વિન્ડોઝ અપાશે
  • જૂન ૨૦૧૯ના નિયમો હેઠળ લોનની પૂર્નગઠન સુવિધા ઉાલબ્ધ કરાશે
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકશનનો અંદાજ નકારાત્મક રહેશે
  • માર્ચ ૨૦૨૧માં પૂરાં થતા નાણાકીય વર્ષમાં પણ જીડીપી નકારાત્મક થવાની સંભાવના

મે-જુનમાં અર્થતંત્રમાં દેખાતા રિકવરીના સંકેતો

દાસે કહ્યું કે, MPCએ સર્વસંમતિથી વ્યાજદરમાં ફેરફાર ન કરવા નિર્ણય કર્યો હતો. આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી રેટ 4.25% અને બેંક રેટ 4.25% ઉપર યથાવત રાખવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે, મે અને જુન દરમિયાન અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, કમિટીના બધા જ સભ્યો નીતિગત દરોમાં ફેરફાર કરવાના પક્ષમાં ન હતા. સારા વરસાદના પગલે કૃષિ સેક્ટરમાં ગ્રોથની અપેક્ષા છે. નબળી ડોમેસ્ટિક માગના કારણે આયાતમાં ઘટાડો થયો છે.

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!