GSTV
Gujarat Government Advertisement

RBIનું મોટું એલાન, FDમાં રોકાણ કરવા વાળાને થશે ફાયદો, પરંતુ હોમ લોન વાળા માટે વધશે બોજો

RBI

Last Updated on February 6, 2021 by Pravin Makwana

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ ત્રણ દિવસની બેઠક પછી નિર્ણય સંભળાવી દીધો છે. આમતો RBIએ પોલિસી રેટમાં વધારો કર્યો નથી. પરંતુ બન્કોને સીઆરઆર(કેશ રિવર્સ રેપો)ને મહામારી પહેલાના સ્તર જેટલો વધારવા કહ્યું છે. એનો મતલબ એ છે કે બેંકો પાસે લીકવીડિટી ઘટાડશે. એવમ એના પર વ્યાજની દર વધારવા દબાણ રહેશે. એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કે આ પગલાથી બેંકો પાસે લોન આપવા માટે હાથમાં ફંડ બચશે. આ રીતે લોન પર વ્યાજની દર વધારશે. પરંતુ શરતએ છે કે તેમણે લોન લેવા પાસે મજબૂત માંગ જોવા મળે.

શું છે RBIનો નિર્ણય

RBIએ એલાન કર્યું છે કે તેઓ આવતા ચાર મહિના CRRને 3%થી વધારી 4% કરવાની તૈયારી છે. CRRમાં આ વધારો બે ચરણમાં થશે. પહેલા ચરણમાં માર્ચ 27 2021થી વધારી 3.5% કરવામાં આવશે. બીજા ચરણમાં 22 મે 2021નો આ રેટ 4% થઇ જશે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2013થી જાન્યુઆરી 2020 વચ્ચે સીઆરઆર 4% સ્તર પર રહ્યો હતો. રિઝર્વ બેન્ક આ સ્તરને ફરી આ સ્તર પર લાવા માંગે છે.

શું હોય છે CRR

RBI

ભારતમાં ચાલી રહેલ બેંકો માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમ RBIએ બનાવ્યા છે. આ નિયમો હેઠળ દેશની સરકારી અને પ્રાઇવેટ બેંકો માટે RBI પાસે પોતાની પુંજીમાં કેટલોક ભાગ મુકવાનો હોય છે. આ કેશ રિઝર્વ રેશિયો એટલે કેસ આરક્ષિત અનુપાત(CRR) કહેવાય છે.

એક્સપર્ટ જણાવે છે કે RBIએ આ નિયમ એટલા માટે બનાવ્યા છે, જેથી કોઈ પણ બેન્કમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને પૈસા ઉપાડવાની જરૂરત પડે તો બેન્ક પૈસા આપવાથી ઇનકાર કરી શકે છે. જો RBI CRR વધારે છે તો બેંકોએ પોતાની પુંજીનો મોટો ભાગ ભારતીય રિઝર્વ બેન્ક પાસે રાખવો પડશે. ત્યાર પછી દેશમાં કામકાજ કરી રહેલ બેંકો પાસે ગ્રાહકને લોન આપવા માટે ઓછી રકમ રહેશે.

જો રિઝર્વ બેન્ક CRRમાં ઘટડો કરે છે તો માર્કેટમાં લીકવીડિટી વધી જાય છે. આરબીઆઇ સીઆરઆરમાં ફેરફાર ત્યારે જ કરે છે જયારે બજારમાં લીકવીડિટીને જલ્દી વધારવાની હોય છે. વધુ લીકવીડિટીથી દેશમાં મોંઘવારી વધે છે માટે આરબીઆઇ એને એક ટૂલ તરીકે ઉપયોગ કરે છે.

એફડી કરાવવા વાળા પર થશે સીધી અસર

સેક્ટર

ભારતીય રિઝર્વ બેંકે પોલિસી સમીક્ષા પછી આવનારા દિવસોમાં વ્યાજ દર વધવાના સંકેત છે. આ લોન લેવા વાળા માટે ટેન્શન વધી શકે છે. પરંતુ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે એફડીમાં પૈસા લગાવવા વાળા માટે સારી ખબર છે કારણ કે ગયા કેટલાક મહિનાથી ફિક્સ્ડ ડિપોઝીટ પર સતત વ્યાજ દર ઘટતી રહી છે. એક્સપર્ટ જણાવે છે કે એફડી પર વ્યાજ દર ઘટવાથી સૌથી વધુ નુકસાન સિનિયર સીટીઝનને થાય છે. કારણ કે પોતાના રોજમરોજનો ખર્ચ માટે આ વ્યાજ પર નિર્ભર કરે છે.

વધી શકે છે હોમ, ઓટો અને પર્સનલ લોનની દર

એસ્કોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં CRR વધે છે તો એનાથી બેંકોની લીકવીડિટી એટલે ફંડ્સની કંઈ થશે. એવામાં બેન્ક હોમ, ઓટો, પર્સનલ, એડ્યુકેશન લોનનું વ્યાજ વધારી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel

તામિલનાડુ સરકારની મોટી જાહેરાત, કોરોના ડયુટી દરમ્યાન ‘શહીદ’ થયેલ 43 ડોક્ટર્સ-ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારને અપાશે 25-25 લાખ રૂપિયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!