ભારતના ઉદ્યોગપતિ તેમજ રેમન્ડ લિમિટેડ (Raymond’s Ltd)ના ચેરમેન ગૌતમ હરિ સિંઘાનિયા (Gautam Hari Singhania)થી અલગ થયેલી તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા (Nawaz Gautam Singhania) એ કથિત રીતે ઉદ્યોગપતિની 1.4 બિલિયન ડોલરની સંપત્તિમાંથી 75 ટકા ભાગ પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા અને નિસા માટે વળતર તરીકે માંગ્યો છે. ગૌતમ અને નવાઝ 32 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અલગ થવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બંનેએ અલગ-અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાએ નવાઝ મોદી સિંઘાનિયાની મોટા ભાગની માંગ સ્વીકારી લીધી છે. જો કે, તે ફેમિલી ટ્રસ્ટ સ્થાપવા, કુટુંબની સંપત્તિ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાનું અને પોતાને ટ્રસ્ટના એકમાત્ર મેનેજિંગ ટ્રસ્ટી બનાવવાનું સૂચન કરે છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગૌતમ સિંઘાનિયા ઈચ્છે છે કે તેમના પરિવારના સભ્યોને તેમના પછી સંપત્તિ વસીયત કરવાની મંજૂરી આપવામાં આવે, જોકે નવાઝને આ સ્વીકાર્ય ન હતું.
ખેતાન એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર હરગ્રેવ ખેતાનને ગૌતમ સિંઘાનિયાના અને મુંબઈ સ્થિત લૉ ફર્મ રશ્મી કાંતનેનવાઝ મોદીના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર અક્ષય ચુડાસમા સંભવિત સમાધાન અથવા પરસ્પર સ્વીકાર્ય પરિસ્થિતિ માટે દંપતી વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું કે ગૌતમ અને નવાઝ બંને પ્રાથમિકતાના ધોરણે તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન નવાઝ મોદીએ તેમના સાસરિયાઓ સાથે દિવાળીની પૂજા કરતા તેનો વીડિયો શેર કર્યો હતો. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “આ સમય દરમિયાન અને દરેક સમયે મારા સાસરિયાઓનો સતત સાથ, પ્રેમ, દયા અને મદદ મેળવીને ધન્ય છું. હું અહીં દિવાળી પર પૂજા કરું છું અને પછી તેમના એપાર્ટમેન્ટમાં ડિનર કરી રહી છું.”
નવાઝ મોદી દક્ષિણ મુંબઈમાં રહેતા એરોબિક્સ અને વેલનેસ નિષ્ણાત છે. તે બોડી આર્ટ ચલાવે છે, જે ફિટનેસ સેન્ટર્ર્સની સાંકળ છે અને રેમન્ડ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ છે, નવાઝ મોદી પોતાની વ્યક્તિગત ક્ષમતામાં રેમન્ડના 2,500 શેર ધરાવે છે, જેની કિંમત આશરે રૂ.11,875.42 કરોડ છે. જ્યારે ગૌતમ સિંઘાનિયા પાસે માત્ર 29 શેર છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ