GSTV
Home » News » બનાસકાંઠામાં ફરી એકવાર રાયડા કૌભાંડની આશંકા, ખેડૂતોનો આ છે આક્ષેપ

બનાસકાંઠામાં ફરી એકવાર રાયડા કૌભાંડની આશંકા, ખેડૂતોનો આ છે આક્ષેપ

બનાસકાંઠામાં ફરી એકવાર રાયડા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. જે પ્રકારે રાયડાની ખરીદી થઇ અને ખરીદી થઇ રહી છે જેને લઈને ખેડૂતોને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. રાયડાની ખરીદીમાં અનેક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વેપારીઓનો રાયડો ટેકાના ભાવે ભરાઈ ગયો હોવાનું કહે છે. અને રાત્રે રાયડો ભરી મસમોટું કૌભાંડ થઈ રહ્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે.

બનાસકાંઠામાં મગફળી કૌભાંડ ત્યારબાદ ખાતર કૌભાંડ થયું અને હવે રાયડા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. અગાઉ બે વર્ષ પહેલાં બનાસકાંઠામાં કરોડો રૂપિયાનું રાયડા કૌભાંડ થયું હતું. તાજેતરમાં સરકારે ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરી હતી. ત્યારે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા અને કેન્દ્ર સરકારના ક્વોટા મુજબ ખરીદી કરવાની હતી. તમામ ખેડૂતોનો રાયડો ટેકાના ભાવે ખરીદવાનો હતો. પરંતુ બનાસકાંઠામાં હજુ ચાલીસ ટકાથી વધુ ખેડૂતો રાયડા વેચી શક્યા નથી. ત્યારે ફરી એક વાર ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ખેડૂતો લાઈનો લગાવે છે પણ તંત્ર રાયડો ખરીદતું નથી. ત્યારે ખેડૂતો  પરેશાન થયા છે.

ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ખેડૂતો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. વેપારીઓનો રાયડો તંત્રએ ભરી લીધો હોવાના આક્ષેપો છે. ત્યારે વેપારીઓએ નીચા ભાવે રાયડાની ખરીદી ખેડૂતો પાસેથી કરીને ઊંચા ભાવે સરકારને પધરાવ્યો હોવાના પણ આક્ષેપો છે. એક બાજુ રાયડાની ખરીદી થઇ રહી છે તો બીજી બાજુ હજુ પણ ઘણા ખેડૂતો વંચિત છે. જિલ્લા પુરવઠા વિભાગ આ સમગ્ર મામલે ઢાંકપીછોડો કરી રહ્યું છે. અને ખેડૂતોના રાયડાની ખરીદી કરાઇ છે તેવું અત્યારે તો ગુણગાન ગાઇ રહ્યું છે.

પરંતુ જે પ્રકારે અત્યારે ચાલીસ ટકાથી વધુ ખેડૂતો રાયડાની ખરીદીથી વંચિત છે ત્યારે હવે સવાલ એ થાય છે કે આખરે કોનો રાયડો ખરીદાયા. એક આશંકા છે એ પણ છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ રાયડો અહીંયા લાવીને ટેકાના ભાવે રયડો ખરીદાયો હોઈ શકે છે. ત્યાર આ સમગ્ર મામલે તટસ્થ તપાસની  માંગ પણ ઉઠી છે.

Read Also

Related posts

એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જેના કારણે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે

Mayur

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં ખાસ સાથીદારે કહ્યું, જોડાવવાનું નક્કી જ હતું તો મોડું કેમ કર્યું

Karan

બેરોજગાર રત્નકલાકારે 5માં માળેથી પડતું મુકી કર્યો આપઘાત, છેલ્લા કેટલાય સમયથી કામ નહોતું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!