GSTV
Home » News » આ એક્ટ્રેસે પોતાની નાનકડી ટ્વીન દિકરીઓને પહેરાવી સાડી, ફોટો થયા વાયરલ

આ એક્ટ્રેસે પોતાની નાનકડી ટ્વીન દિકરીઓને પહેરાવી સાડી, ફોટો થયા વાયરલ

બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ હાલમાં ચર્ચામાં આવી ગઈ છે. આ ચર્ચા કોઈ ફિલ્મ કે ફોટોશૂટને કારણે નહી પરંતુ તેમની એક વર્ષની નાનકડી ટ્વીન દિકરીઓના કારણે આવી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની બંને ક્યૂટ દિકરીઓને સાડી પહેરાવીને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

તેમણે બાળકીઓને સાડીની સાથે માથા ઉપર ચાંદલો પણ કર્યો હતો. જેને જોઈને એવું કહી શકાય કે આ અત્યાર સુધીના સૌથી સુંદર ફોટા છે. આ એક્ટ્રેસ બીજી કોઈ નહી પરંતુ લીસા રે છે. લીસા રેને બહુજ સુંદર ટ્વીન પુત્રીઓ છે. જેમના ફોટા તે હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

તો જ્યારે તેમણે બંને દીકરીઓને લાલ સાડી પહેરાવીને તેમના ફોટા ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા તો લીસાનાં ફોલોઅર્સ તેના ફૅન થઈ ગયા હતા. લીસાએ આ ફોટોઝની સાથે બહુજ પ્રેમાળ કેપ્શન પણ લખ્યુ હતુ. લીસાએ લખ્યુ હતુકે, આ ત્યારે થાય છે, જ્યારે તમે ઘરમાં gulp mumps(ગળાની તકલીફ) અને દીપિકાની સાથે હોવ છો.

મને તેમની નજીક જવાની મનાઈ હોય છે. આ બંને સુંદર સાડીઓને મારી બહેન આકાંક્ષાએ કોલકાતાથી મોકલી છે. તમે બંનેએ મારી નાની બાળકીઓને બદલી નાખી છે. આ પોસ્ટમાં લીસા દ્વારા અપાયેલા હૅશ ટૅગમાં જાણ થાય છેકે, તેમની બાળકીઓનું નામ ટૂટૂ અને મામોની છે.

ઉલ્લેખનીય છેકે, લીસા રે ઘણા દિવસોથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તેના સોશિયલ મીડિયા દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ “કસૂર”તી ચર્ચામાં આવેલી અભિનેત્રી લીસા રે ફક્ત એક બૉલીવુડ એક્ટ્રેસ જ નહી પરંતુ એક કેન્સર સર્વાઈવર પણ રહી છે. તેની પહેલી જ ફિલ્મથી તેની એક બોલ્ડ ઈમેજ બની ગઈ હતી.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!