GSTV
Home » News » રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, કોંગ્રેસ વોટની સોદાગર

રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, કોંગ્રેસ વોટની સોદાગર

વિધાનસભા ચૂંટણીના માહોલમાં અમદાવાદથી કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરુ નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી હાફિઝ સઈદ મામલે બે જવાબદારી રીતે બોલ્યા છે. લશ્કર-એ-તૈયબા કરતા હિન્દુ આતંકવાદ વધુ ખરાબ હોવાના રાહુલ ગાંધીના નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈલ પર પૂરાવા માંગ્યા હતા.

રાહુલે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા

રાહુલ ગાંધીએ વર્ષ 2010માં હિલેરી બિલ ક્લિન્ટન સમક્ષ હિન્દુ ટેરરને લશ્કરથી ગંભીર માન્યો. ગાર્જિયનના અખબારના અહેવાલમાં રાજીવ ગાંધીની સમજદારી પર સવાલ ઉઠ્યો હતો. અને રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકના પૂરવા માંગ્યા છે આ મુદ્દા પર નિશાન તાક્યું.

કોંગ્રેસ પર વોટની સોદાગરીનો આરોપ

કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિને અનામતની વાત કહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રમાણે 50 ટકાથી વધુ અનામત શકાય તેમ નથી. ત્યારે કોંગ્રેસ વોટની સોદાગરી કરીને છેતરામણી કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. રવિશંકર પ્રસાદે વોટ માટે કોંગ્રેસ પાટીદારોને ગેરમાર્ગે ન દોરો તેવો સવાલ કર્યો.

સરદાર મુદ્દે કોંગ્રેસ પર નિશાન

કોંગ્રેસ અવસરવાદીતાની પરાકાષ્ઠા કરતી હોવાનો ગંભીર આરોપ રવિશંકર પ્રસાદે લગાવ્યો છે. આ સાથે જ રવિશંકર પ્રસાદે ફરી એક વખત સરદાર મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યુ છે. કોંગ્રેસ મોડા મોડા પણ સરદાર પોતાના નેતા ગણાવતી થઈ છે. ત્યારે 40 વર્ષ સુધી ગાંધી-નહેરુ પરિવાર સત્તા પર હતો. પરંતુ તે પરિવારે સરદારે શા માટે ભારત રત્ન ન આપ્યો.

કોંગ્રેસ પર અવસરવાદીતાનો આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સરદાર પટેલને યાદ કરે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓને સરદારના વારસો યાદ છે ખરા તેવો કર્યો છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ અવસરવાદિતા કરી રહી છે.

કપિલ સિબ્બલની અનામત ફોર્મુલા પર સવાલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની અનામતની ફોર્મ્યુલાને પાટીદાર અનામત આંદોલન સમિતિએ સ્વિકારી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેમના પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કપિલ સિબ્બલે વકાલતનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો કોંગ્રેસના સમયમાં એક પણ કૌભાંડ થયું ન હોત.

Related posts

IND vs WI: વિરાટ-રાહુલનો ધમાકો, ભારતની ટી-20 મેચમાં શાનદાર જીત

pratik shah

પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર

Nilesh Jethva

મૃતકના પરિવારનો ગંભીર આરોપ, MGVCLની નિષ્ક્રિયતાએ લીધો ઘરના મોભીનો જીવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!