GSTV

પુલવામાના કબૂલાતનામાં પર બોલ્યા રવિશંકર: સાબૂત ગેંગને પાકિસ્તાને જ બતાવ્યો અરીસો

પુલવામાને લઈને પાકિસ્તાનના કબૂલાતનામાં પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસને આડે હાથ લીધા છે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે પુરાવા ગેંગને હવે પાકિસ્તાને જ સાબિતી આપી દીધી છે. તેમણે કહ્યું કે પુરાવા ગેંગને ન તો ભારતની સુરક્ષાની ચિંતા છે ન તો ભારતની સામરિક નીતિની ચિંતા છે, તેમને ચિંતા માત્ર અને માત્ર પીએમ મોદીને ઉતારી પાડવાની છે.

રવિશંકર પ્રસાદના રાહુલ ગાંધી પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ઉરીમાં સેનાની વીરતાના પુરાવા કોણે માંગ્યા હતા.પુલવામા એટેક પીએમ મોદીને જીતાડવા માટે કરવામાં આવ્યો હતો. એવું ટ્વીટ કોને કર્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઇક પર પુરાવા કોણે માંગ્યા હતા. પુલવામા પર તો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે, જો અભિનંદનને ન છોડત તો પાકિસ્તાનને ખ્યાલ હતો કે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર છે.

સત્ય સામે આવી જ જાય છે: કેન્દ્રીય મંત્રી

ચૂંટણીમાં પાકિસ્તાનના કાબુલનામાંનો મુદ્દો ઉઠાવવાના સવાલ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે જો કોઈ સવાલ ઉઠાવે છે તો તેણે જવાબ પર આપવો પડશે. જો ઇમરાન ખાન, યુએનમાં રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરે છે તો તે વિષય બનશે. રાફેલ પર સ્તરહીન ટિપ્પણી કરવામાં આવી. સત્ય સામે આવી જ જાય છે.

રવિશંકર

પહેલ ગોળી નહિ ચલાવીએ પણ છુટ્ટા હાથે જવાબ આપીશું

કાશ્મીરમાં ત્રણ ભાજપના નેતાઓની હત્યા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ અકળામણ છે. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના દિવસો નક્કી છે. નરેન્દ્ર મોદીનો આદેશ છે કે આતંકવાદીઓ ભલે પાકિસ્તાનથી કેમ ન આવ્યા હોય પરંતુ પહેલી ગોળી તમે નહિ ચલાવો, પરંતુ પછી ખુલ્લા હાથે જવાબ આપશો.

ભાજપના કાર્યકર્તાઓની હત્યા પર રવિશંકરનું દુઃખ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે જે ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી તેનું અમને પણ દુઃખ છે, પરંતુ હું ભાજપના કાર્યકર્તાઓના સાહસના વખાણ કરું છું કે કેટલી હિમ્મતથી તેઓ ઉભા છે. તેમને કહ્યું કે કાશ્મીરની રાજનીતિનો પાયો બદલાઈ ગયો છે. અત્યારસુધી 2 પરિવાર હતા, હવે ત્યાંના લોકો સરકારમાં ભાગેદારી ઈચ્છે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરૂ નાનક જન્મ જયંતિ નિમિતે પ્રકાશ પર્વની કરી ઉજવણી

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan
Do NOT follow this link or you will be banned from the site!