GSTV
Home » News » રવિન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં, નણંદ-ભાભી આમને સામને

રવિન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં, નણંદ-ભાભી આમને સામને

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. નયનાબા જાડેજા જામનગરમાં કાલાવડ ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં હાજર રહેતા તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ થઈ છે. તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયા હતા. ત્યારે અટકળો એવી હતી કે ભાજપ તેમને જામનગરથી ટિકિટ આપી શકે છે.. જોકે ભાજપે જામનગરથી વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. જોકે રવિન્દ્રના પત્ની બાદ બહેન પણ રાજનીતિમાં સક્રિય થતા હવે રાજનીતિમાં નણંદ – ભાભી આમને સામને હશે. અને તેમની વચ્ચે રાજકીય જંગ જામે તેવી પણ શક્યતા છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!