GSTV
Home » News » જાડેજાની પત્ની રીવાબાને ભાજપ ફળે કે નહીં પણ બહેન નયનાબાને કોંગ્રેસ ફળી, મળ્યું આ પદ

જાડેજાની પત્ની રીવાબાને ભાજપ ફળે કે નહીં પણ બહેન નયનાબાને કોંગ્રેસ ફળી, મળ્યું આ પદ

Ravindra Jadeja sister

સૌરાષ્ટ્રમાં જાડેજા પોલિટિકલ લીગમાં રવિન્દ્ર જાડેજાની બહેનને લોટરી લાગી છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ છે. અામ નયનાબાને કોંગ્રેસમાં જોડાવાનો લાભ મળ્યો છે. જાડેજા ફેમિલી હવે ભાજપ અને કોંગ્રેસમાં વહેચાઈ ગયું છે. રીવાબાને પોરબંદરની સીટ મળે તેવી સંભાવના વચ્ચે તેમનું પત્તું કપાયું છે. એક જ પરિવારમાં એક સભ્ય કોંગ્રેસ અને બીજો સભ્ય ભાજપમાં જોડાતાં પરિવારનો વિખવાદ જાહેરમાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સાઈન કરેલો નિમણુંક પત્ર જાડેજા ફેમિલીને મોકલાવી દેવાયો છે.

ગઈકાલે જ જાડેજા પોલિટિકલ લીગમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પિતા અને બહેને કોંગ્રેસમાં જોડાયા બાદ જાડેજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. રવિન્દ્રએ ટ્વિટ કરીને જણાવ્યુ કે હુ ભાજપને સમર્થન આપી રહ્યો છુ. આ પ્રકારના સમર્થનની જાહેરાત ટીમ ઈન્ડિયમાં પસંદગી થતાની ત્રણ કલાકમાં જાડેજાએ કરી.

જાડેજા પોલિટિક લીગમાં નવાઈની વાત એ છે કે બે દિવસ પહેલા જાડેજાના પિતા અનિરૂસિંહ અને બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે જાડેજા અને તેમના પત્ની રિવાબા પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે. ગત દિવસે રિવાબાએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યુ હતુ. ત્યારે ટ્વિટર પર જાડેજાએ ભાજપમાં જોડાવાવની જાહેરાત કરતા પીએમ મોદીએ જાડેજાન આભાર પણ માન્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જાડેજાનો આખો પરિવાર હવે સક્રિય રાજનીતિમાં આવી ગયો છે. મહત્વપૂર્ણ છે કે જાડેજાએ ટ્વિટ પર ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરતા જાડેજાની ટ્વિટ પર આલોચના પણ કરવામાં આવી રહી છે.

Related posts

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

એકલા હાથે ચૂંટણી લડવાની કરો તૈયારી, મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગશે ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!