14 મહિના બાદ મેદાનમાં જાડેજા બાપુનો જલવો, આવી રીતે બાંગ્લાદેશના મીડલ ઓર્ડરની કમરભાંગી નાખી

ગત્ત વર્ષ જુલાઇ મહિનામાં રવિન્દ્ર જાડેજાએ વન ડે રમી હતી. પછી તે ઘણા સમયથી વનડે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. આ વચ્ચે એશિયા કપમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ કોહરામ મચાવતા મેદાન પર બાંગ્લાદેશના ચાર બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

મોકાનો પુરો ફાયદો ઉઠાવતા જાડેજાએ 29 રનમાં ચાર વિકેટ ચટકાવ્યા હતા. જેનો એક મતલબ એ પણ છે કે જાડેજાએ વિશ્વકપ માટેની દાવેદારીને મજબૂત કરી હતી. જાડેજાએ બાંગ્લાદેશના મીડલ ઓર્ડર પર વાર કરતા ટીમની કમર ભાંગી ગઇ હતી.

દસમાં ઓવરમાં જાડેજાએ બોલિંગ હાથમાં લીધી. શાકિબલ અલ હસનને (17), મોહમ્મદ મિથુનને (9) તો મુશ્ફિકુર રહેમાનને રહીમ (45) જેની સંઘર્ષપૂર્ણ પારીનો અંત લાવી દીધો. જાડેજાની હાજરીના કારણે પાકિસ્તાન સામે ત્રણ વિકેટ લેનાર જાધવને આ મેચમાં બોલિંગ નહોતી મળી.

લાંબા અંતરાલ બાદ મેદાનમાં ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. તો સામેથી કપ્તાન રોહિત શર્માએ નોટ આઉટ 83 રનની ઇનિંગ રમી હતી. જેનાથી ભારતીય ટીમનો વિજય થયો હતો. એટલે કે રવિન્દ્ર જાડેજાનું એક વર્ષ અને ચાર મહિના બાદ મેદાનમાં ઉતરવું એ ટીમ માટે ફાયદાકારક સાબિત થયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter