GSTV
Home » News » જમ્મુ કાશ્મીર સામે જૈકસન-જાડેજાની સદી, સૌરાષ્ટ્ર મજબૂત

જમ્મુ કાશ્મીર સામે જૈકસન-જાડેજાની સદી, સૌરાષ્ટ્ર મજબૂત

શેલડન જૈક્સ અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ અને બંને વચ્ચે થયેલી 281 રનની ભાગીદારીની મદદથી રણજી ટ્રોફી ગ્રુપ બી ની મેચમાં સૌરાષ્ટ્રએ જમ્મુ-કાશ્મીર સામે શનિવારે પ્રથમ દિવસના અંતે ચાર વિકેટ ગુમાવી 428 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

સૌરાષ્ટ્રના કપ્તાન ચેતેશ્વર પૂજારાએ ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, 59 રનના સ્કોર પર રોબિન ઉથપ્પા(37 રન), કિશન પરમાર(8 રન) અને ચેતેશ્વર પૂજારા(13 રન) આઉટ થતા ટીમને ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ જૈકસન અને રવિન્દ્ર જાડેજાએ મોરચો સંભાળ્યો હતો. બંને સ્કોર કાર્ડ ફરતુ રાખતા 281 રનની ભાગીદારી કરી હતી. જૈકસન 156 બોલમાં 22 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 181 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રમતના અંતે જાડેજા 223 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 150 રને તેમજ સ્નેહલ પટેલ 63 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 31 રને રમતમાં છે. જમ્મુ કાશ્મીર તરફથી મોહમ્મદ મુદ્દસર, રામ દયાલ, પરવેઝ રસૂલ અને વસીમ રઝાને 1-1 વિકેટ મળી હતી.

Related posts

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah

BCCIનાં વ્યસ્ત શેડ્યુલ પર ભડક્યા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી, જાણો શું કહ્યું

pratik shah

‘જેટલા તારા માથા પર વાળ નથી, એટલા…’ સહેવાગને લઇને આ શું બોલી ગયો શોએબ અખ્તર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!