ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર જાડેજાને સિડની ટેસ્ટ દરમિયાન અંગૂઠા પર ઈજા થઈ હતી અને તેના કારણે અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જાડેજાના ડાબા હાથના અંગૂઠાની સર્જરી થઈ ચૂકી છે અને હવે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને ઈજામાંથી ફિટ થતા ઓછામાં ઓછા 6 અઠવાડિયાનો સમય લાગશે. ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ મેચની સીરિઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.
ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ પર 4 ટેસ્ટ, 5 ટી-20 અને 3 વન-ડે મેચની સીરિઝ રમવામા આવશે. પ્રથમ 2 ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે જ્યારે બાકીની 2 ટેસ્ટ અને 5 ટી-20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. એક અહેવાલ અનુસાર, ટી-20 અને વન-ડે સીરિઝમાં જાડેજાને ટીમમાં સામેલ કરવા અંગે પર નિર્ણય બાદ લેવામાં આવશે.

ઈજાના કારણે 32 વર્ષીય જાડેજાનું નામ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ માટે સિલેક્ટ કરવામા આવેલી ભારતીય ટીમમાં નહોતું. જાડેજા બ્રિસબેનમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટમાં સામેલ થઈ શક્યો નહોતો. હાલ જાડેજા બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
જાડેજાને સ્થાને અક્ષર પટેલને મળી તક
જાડેજાને સ્થાને ભારતીય ટીમમાં અક્ષર પટેલને સ્થાન આપવામા આવ્યું છે. પટેલ પણ જાડેજાની જેમ ડાબોડી બોલર છે અને બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. ભારતીય ટીમે જાડેજાની ગેરહાજરીનું નુકસાન ના સહન કરવું પડી શકે છે, કારણ કે ભારતીય પિચો પર જાડેજા અને અશ્વિનની જોડી હંમેશા તરખાટ મચાવતી હોય છે. આ ઉપરાંત જાડેજા છેલ્લા 3 વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, સાહા, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.
READ ALSO
- આશ્ચર્ય / મધથી પણ મીઠા હોય છે કાળા રંગના સફરજન, આટલા રૂપિયામાં મળે છે 1 સફરજન
- ગજબ/ શું તમે પહેલા ક્યારેય જોયો છે આ કોબ્રા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ
- પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ
- ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ
- સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય