GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ જામનગરની બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. આ બેઠક ચર્ચામાં રહેવાનું કારણ આ બેઠક પર નણંદ અને ભાભી વચ્ચેનો વિવાદ છે. ત્યારે હવે બહેન નયનાબા બાદ હવે પિતા અનિરુદ્ધસિંહ પણ સામે આવ્યા છે. અનિરુદ્ધસિંહે રિવાબાની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે. રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

  • રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ
  • બહેન નૈનાબા બાદ હવે પિતા અનિરુદ્ધસિંહ પણ સામે આવ્યા
  • રિવાબાની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની કરી અપીલ
  • રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ જામનગરની બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. આ બેઠક ચર્ચામાં રહેવાનું કારણ આ બેઠક પર નણંદ અને ભાભી વચ્ચેનો વિવાદ છે.

ભાજપે ઉત્તર જામનગર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. બીજી તરફ આ બેઠક પર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસ તરફથી પોતાની જ ભાભી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.

ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. નયનાબાએ અત્યાર સુધી રીવાબા પર વિવિધ આક્ષેપો કર્યા છે. નયાબાએ ક્યારેક રિવાબા પર જાતિ માટે, તો ક્યારેક ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા બદલ હુમલો કર્યો છે. આ સાથે નયનાબાના આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે જો હું હરીફાઈમાં ઊભી રહી હોત તો આ આરોપો અને પ્રતિઆક્ષેપો વધુ થયા હોત. જોકે નયનાબાએ કહ્યું હતું કે, ચૂંટણી સિવાય તેમના ઘરે તેમના સંબંધો સામાન્ય છે

READ ALSO

Related posts

જંત્રીનો રેટ બમણો થતા  બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે  મુલાકાત

Nakulsinh Gohil

વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ

Nakulsinh Gohil

પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું

Nakulsinh Gohil
GSTV