GSTV

‘લેફ્ટી’ જાડેજાને નામે થયો આ વર્લ્ડ રેકોર્ડ, જૉનસનને છોડ્યો પાછળ

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ઘ ચાલી રહેલી ટેસ્ટ મેચ સીરિઝની બીજી ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. જાડેજાએ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150 વિકેટ લેનારો લેફ્ટ હેન્ડ સ્પિનર બન્યો, સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150 વિકેટ લેનારો લેફ્ટ હેન્ડ બૉલર બન્યો. આ રેકોર્ડ તોડીને તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિશેલ જૉનસને પાછળ છોડી દીધો. કોલંબો ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેણે લંચ પહેલા 2 વિકેટ મેળવીને આ સિદ્ઘિ પોતાના નામે કરી દીધી.

શ્રીલંકા 183 રનમાં ઓલ આઉટ, અશ્વિને લીધી 5 વિકેટ

સૌથી ઓછી ટેસ્ટમાં 150 વિકેટ કરનારા લેફ્ડ હેન્ડ બૉલર:

32 ટેસ્ટ, રવિન્દ્ર જાડેજા,

34 ટેસ્ટ, મિશેલ જૉનસન (ઓસ્ટ્રેલિયા)

35 બિલ જૉન્સટન (ઓસ્ટ્રેલિયા)

આમ તો,સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150 વિકેટ લેનારા ઑવરઑલ બોલર્સમાં ઇગ્લેન્ડના સિડની બર્ન્સનું નામ સૌથી ઉપર છે. આ ફાસ્ટ બૉલરે પોતાની 24મી મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

સૌથી ઓછી ટેસ્ટમાં 150 વિકેટ લેનારા લેફ્ટ હેન્ડ ભારતીય સ્પિનરની વાત કરીએ તો, અત્યાર સુધી આ રેકોર્ડ વીનૂ માંકડના નામે હતો, જેમણે 40 ટેસ્ટમાં 150 વિકેટ પોતાના નામે કરી, જ્યારે બિશન સિંહ બેદીએ 41 ટેસ્ટમાં આ સિદ્ઘિ મેળવી હતી.

અશ્વિને તોડ્યો 32 વર્ષ જૂનો રેકોર્ડ, પૂરા કર્યા 2000 રન

સૌથી ઓછી ટેસ્ટમાં 150 વિકેટ લેનારા લેફ્ટ હેન્ડ સ્પિનર:

 32 ટેસ્ટ રવિન્દ્ર જાડેજા

40 ટેસ્ટ વીનૂ માંકડ

41 ટેસ્ટ બિશન સિંહ બેદી

78 ટેસ્ટ રવિ શાસ્ત્રી

ભારતની તરફથી સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150 વિકેટ પૂરા કરનાર સ્પિનર:

29 આર.અશ્વિન

32 રવિન્દ્ર જાડેજા

34 ઇરાપલ્લી પ્રસન્ના/ અનિલ કુંબલે

35 હરભજન સિંહ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં 150 વિકેટ લેનારા સ્પિનર:

 28 ક્લેરી ગ્રિમેટ (ઓસ્ટ્રેલિયા)

29 હગ ટેફીલ્ડ (સાઉથ આફ્રિકા)

29 સઉદ અજમલ (પાકિસ્તાન)

29 આર. અશ્વિન

31 સ્ટૂઅર્ટ મેક્ગિલ/ શેન વોર્ન ( ઓસ્ટ્રેલિયા)

32 રવિન્દ્ર જાડેજા

આ સાથે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રવિન્દ્ર જાડેજા 101 વિકેટ લઇ ચૂક્યો છે.

Related posts

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari

ક્રિકેટના રસિકોને આવશે વધુ મજા, આજથી IPL નો રોમાંચ જળવાઈ રહેશે

Ankita Trada

કોરોના વાયરસની સામે રવિન્દ્ર જાડેજાએ અનોખા અંદાજમાં લોકોને કર્યા જાગૃત, જુઓ VIDEO

Karan
Do NOT follow this link or you will be banned from the site!