GSTV
Gujarat Government Advertisement

રવીન્દ્ર જાડેજાને કોનકશન ભારે પડી શકે તેમ છે, ટેસ્ટ મેચની અડધી સદીથી રહી શકે છે વંચિત

જાડેજા

Last Updated on December 8, 2020 by Bansari

ભારતનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી20 ક્રિકેટ મેચ દરમિયાન ઘાયલ થયો હતો. તેના માથામાં બોલ વાગ્યો હતો અને તેને બોલિંગથી દૂર રહેવું પડ્યું હતું. આ ઇજામાં તેને બદલે યુઝવેન્દ્રસિંહ ચહલ રમવા આવ્યો હતો. જોકે આ મામલે વિવાદ પણ થયો હતો. હવે આ જ કારણોસર જાડેજા 17મી ડિસેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવી શકે છે.

jadeja

રવીન્દ્ર જાડેજા તેની કરિયરની 50મી ટેસ્ટ રમવાને આરે આવી ગયો છે પરંતુ તેને કમસે કમ ત્રણ સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આમ થશે તો તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેડ ખાતેની ડે-નાઇટ ટેસ્ટમાં રમી શકે તેમ નથી.
જાડેજા સાથે સાથે હેમસ્ટ્રિંગની ઇજાથી પણ પરેશાન છે અને તેને કારણે તે ક્રિકેટથી લાંબા સમય માટે દૂર થઈ જશે. એડિલેડ ટેસ્ટ બાદ ભારતીય ટીમને 26મી ડિસેમ્બરથી મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમવાની છે પણ એવી દહેશત છે કે જાડેજા એ મેચ પણ ગુમાવશે.

જાડેજા

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે આઇસીસીના કોનકશન પ્રોટોકોલ હેઠળ ખેલાડી આ રીતે ઘાયલ થાય તેવા સંજોગોમાં તેને સાતથી દસ દિવસનો આરામ આપવાનો હોય છે. આ જ કારણે જાડેજા 11મી ડિસેમ્બરથી શરૂ થનારી ભારતની વોર્મ અપ મેચમાં પણ રમી શકવાનો નથી. એવી શક્યતા રહે છે કે પ્રેક્ટિસ મેચ રમાડ્યા વિના જ ટીમ મેનેજમેન્ટ તેને સીધો ટેસ્ટ મેચમાં ઉતારી દે.

એમ પણ કહેવાય છે કે કોનકશનને કારણે તેને ત્રણ સપ્તાહ બહાર રહેવું પડશે. જાડેજા અત્યાર સુધીમાં 49 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 35.26ની સરેરાશથી 1869 રન ફટકાર્યા છે તો 24.63 પ્રતિ વિકેટની સરેરાશથી 213 વિકેટ પણ ઝડપી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!