GSTV
Home » News » Video: રવિન્દ્ર જાડેજાનો જબરદસ્ત ‘રૉકેટ થ્રો’, પરફેક્શન જોઇને તમે પણ કહેશો ‘વાહ’

Video: રવિન્દ્ર જાડેજાનો જબરદસ્ત ‘રૉકેટ થ્રો’, પરફેક્શન જોઇને તમે પણ કહેશો ‘વાહ’

Ravindra Jadeja

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાએ 8 રનોથી જીત હાંસેલ કરી. આ મેચમાં અનેક રોમાંચક અને મજેદાર પળ જોવા મળ્યા. ફેન અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે મેદાન પર મસ્તી, વિરાટ કોહલીની 40મી સદી, વિજય શંકરની શાનદાર બેટિંગ અને અંતિમ ઓવરનો રોમાંચ.  તમામ પળોની સાથે આ મેચમાં Ravindra Jadeja નો એક થ્રો પણ ચર્ચામાં રહ્યો.

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર Ravindra Jadeja એ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડે મેચ દરમિયાન 2000 વન ડે રન પૂરા કર્યા. ભારત તરફથી પોતાની 149મી વન ડે મેચ રમી રહેલા જાડેજાએ પોતાની 21 રનની ઇનિંગનો 10મો રન બનાવતાની સાથે જ વન ડેમાં 2000 રન પૂરા કરવાની સિદ્ધી હાંસેલ કરી લીધી હતી. જાડેજા વન ડેમાં 2000 રન બનાવનાર ભારતનો 25મો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આ મુકાબલા પહેલાં જાડેજાના 148 મેચમાં 10 અડધી સદી હતી.

મેચ દરમિયાન 38મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના શાનદાર થ્રોથી પીટર હેંડસકોંબને પેવેલિયન ભેગો કર્યો હતો. જાડેજાનો આ થ્રો એકદમ પરફેક્ટ હતો. જાડેજાના આ થ્રોની સોશિયલ મીડિયા પર વાહવાહી થઇ રહી છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમે પણ ફેસબુક પર રવિન્દ્ર જાડેજાના આ થ્રોનો વીડિયો શેર કર્યો છે.

ટ્વિટર પર રવિન્દ્ર જાડેજાના આ થ્રોને લઇને આવા રિએક્શન આવ્યાં છે.

જણાવી દઇએ કે વિરાટ કોહલીની શાનદાર શતકીય ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મંગળવારે નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 8 રને હરાવીને પંચ વનડે મેચની સીરીઝમાં 2-0તી લીડ મેળવી લીધી છે.

Read Also

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

WORLD CUP બાદ લઈ શકે છે આ 5 દિગ્ગજ સંન્યાસ

Arohi