GSTV
Home » News » રિવાબા પર હુમલો થતાં અાઇપીઅેલના વ્યસ્ત શિડ્યૂલમાં પણ જાડેજા તાબડતોડ જામનગર દોડી અાવ્યો

રિવાબા પર હુમલો થતાં અાઇપીઅેલના વ્યસ્ત શિડ્યૂલમાં પણ જાડેજા તાબડતોડ જામનગર દોડી અાવ્યો

પરિવાર અે પરિવાર હોય અને જયારે પરિવાર પર કોઈ અાંચ અાવે ત્યારે કોઈ પણ વ્યક્તિ સહન ના કરી શકે . ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની પર સોમવારે મોડી સાંજે કાર સાથે બાઇક અથડાવવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કર્મીએ વાળ પકડીને માથું ગાડી સાથે અથડાવીને નિર્લજ્જ હુમલો કર્યાની ઘટના ઘટી હતી. અા દરમિયાન અાઇપીઅેલના સેમીફાયનલના પ્રેશરમાં રવિન્દ્ર જાડેજા અાવી શક્યો ન હતો.

અાજે ફાયનલ પહેલાં બ્રેક મળતાંની સાથે જાડેજાઅે જામનગરની વાટ પકડી હતી.  ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે જામનગર આવી પહોચ્યા હતો. હાલમાં ચેન્નાઈ વતી રમતા જાડેજાની ટીમ ફાયનલમાં છે. જેની પ્રેક્ટિસ સહિતની બાબતો વચ્ચે જાડેજાને પત્નીપ્રેમ ખેંચી લાવ્યો છે. પોલીસકર્મી દ્વારા નિર્લજ્જ બની રિવાબા જાડેજા પર કરાયેલા હુમલાની ચો તરફ નીંદા થઈ રહી છે. અા ઘટના બાદ સીઅેમ અને પીઅેમઅો કાર્યાલયે પણ અા ઘટનાની ગંભીર નોંધ લીધી હતી.

અાજે પોલીકર્મી 15 હજારના જામીન પર મુક્ત થઈ ગયો છે. જે અંગે હવે કોર્ટના નિર્ણય પર તમામનો અાધાર છે પણ અેકાઅેક રવિન્દ્ર જાડેજાની ઘરની મુલાકાતથી પરિવારને પણ અા સમયે સધિયારો મળ્યો છે.  રિવાબા પર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સંજય ખીમાભાઇ કરંગીયાની ધરપકડ કરી હતી.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર થયેલા હુમલા મામલે રવિન્દ્ર જાડેજાએ જામનગરના એસપી સાથે મુલાકાત કરી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેમણે એસપી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે તાજેતરમાં રીવાબા કાર લઈને જતા હતા ત્યારે બાઈક પર જઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલ સાથે અકસ્માત થયો હતો. ત્યારે રોષે ભરાયેલા કોન્સ્ટેબલે રીવાબા પર હુમલો કર્યો હતો. રીવાબાને કારમાંથી ખેંચીને માર માર્યો હતો. જોકે ડીજીપીએ આ મામલે જવાબદાર પોલીસમેન કડકમાં કડક પગલા ભરવા જામનગર એસપીને સુચના અપી હતી. તેમજ હુમલો કરનાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે.

Related posts

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો, રાહત અને બચાવ માટે સેના મદદે

Arohi

યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!